ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 04 માર્ચ, 2022,
શુક્રવાર,
ભારતના ભૂતપૂર્વ આર્મી ચીફ સુનિથ ફ્રાન્સિસ રોડ્રિગ્સનું શુક્રવારે નિધન થયું છે.
1990 અને 1993 વચ્ચે ભારતીય સેનાનું નેતૃત્વ કરનાર રોડ્રિગ્સ 88 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે.
એક સત્તાવાર નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે.
તેઓ 8 નવેમ્બર 2004એ પંજાબના રાજ્યપાલ અને કેન્દ્ર શાસિત પ્રદેશ ચંદીગઢના વહીવટીતંત્ર તરીકે નિયુક્ત કરાયા હતા.
તેમનો જન્મ 1933માં બોમ્બેમાં થયો હતો. તેઓ 1990થી 1993 સુધી ભારતીય સેનાના પ્રમુખ હતા.
પાકિસ્તાન સાથે 1971ના યુદ્ધ પછી વિશિષ્ટ સેવા માટે 'વિશિષ્ટ સેવા ચંદ્રક' એનાયત કરવામાં આવ્યો હતો.
સેના પ્રમુખ જનરલ એમએમ નરવણે અને ઈન્ડિયન આર્મીના તમામ રેન્કના જનરલે સુનીથ ફ્રાંસિસ રોડ્રિગ્સના દુઃખદ નિધન પર સંવેદના વ્યક્ત કરી છે.