Site icon News Continuous Bureau | Mumbai

ઈકોનોમીના અચ્છે દિન! મોદી સરકાર માટે રાહતના સમાચાર; ચાલુ નાણાકીય વર્ષમાં GDP આટલા ટકા રહેવાનો અંદાજ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 9 નવેમ્બર  2021 

Join Our WhatsApp Channel

મંગળવાર.

કોરોના મહામારીનું જોખમ ઘટતાની સાથે જ ભારતના અર્થતંત્રની ગાડી પાટે ચડી રહી છે.

પ્રાપ્ત જાણકારી મુજબ રેટિંગ એજન્સીના આકલન પ્રમાણે આગામી ક્વાર્ટરમાં જો ત્રીજી લહેરની બિલકુલ શક્યતા નહીં હોય તો જીડીપી નોંધપાત્ર વધશે.

ક્રેડિટ રેટિંગ એજન્સી બ્રિકવર્કના નવા આકલન પ્રમાણે 2021-22માં જીડીપી 10.50 ટકા રહે તેવી શક્યતા છે. 

અગાઉ 2021-22માં જીડીપી નવ ટકા રહેવાની શક્યતા વ્યક્ત થઈ હતી, પરંતુ છેલ્લા ક્વાર્ટરનું પરિણામ જોતાં હવે 10.50 ટકા સુધી જીડીપી જશે એવું ગણિત મંડાયું છે. 

જોકે, રિપોર્ટમાં જોખમો અંગે પણ કહેવાયું છે ખાસ કરીને કાચા તેલના ભાવમાં ધરખમ વધારો. 

સાથે જ ખનીજ ઉત્પાદન, કાચા તેલની પડતર કિંમતમાં વધારો, કોલસાની અછત જેવા મુદ્દા જીડીપીની ગતિને બ્રેક ન મારે તે જોવું પડશે એવી સલાહ અહેવાલમાં આપવામાં આવી છે.

ઉલેખનીય છે કે લોકડાઉનના કારણે ઉત્પાદન ક્ષમતા ઘટી ગઈ હોવાથી દેશના અર્થતંત્રને ફટકો પડયો હતો. 

CAIT એ સરકાર પાસે  ક્રેડિટ-ડેબિટ કાર્ડના ઉપયોગ પર લગાતા બેન્ક ચાર્જને લઈને કરી આ માગણી; જાણો વિગત 

Bay Of Bengal Cyclone Alert તહેવારોની સીઝનમાં વાવાઝોડાની એન્ટ્રી! મુસળધાર વરસાદથી પૂર જેવી સ્થિતિ સર્જાવાની ચેતવણી જાણો મહારાષ્ટ્ર પર શું થશે અસર?
Delhi Traders Letter To Rahul Gandhi ચાંદની ચોકથી સદર બજાર સુધી વેપાર પડી ભાંગ્યો! રાહુલ ગાંધીને લખેલા પત્રથી દિલ્હીના રાજકારણમાં ગરમાવો જાણો મુખ્ય માંગણીઓ
Shashi Tharoor Counters PM Modi પીએમ મોદીના ‘રોકેટ લોન્ચ’ કટાક્ષ પર શશિ થરૂરનો પલટવાર કહ્યું ‘રાહુલ ગાંધીની વધતી લોકપ્રિયતાથી ભાજ…!’
Ban On Single Use Medical Devices હોસ્પિટલોમાં ‘એક વાર વપરાયેલું સાધન ફરી વાપર્યું’ તો લાયસન્સ રદ! કેન્દ્ર સરકારે કેમ લીધો આ આકરો નિર્ણય? જાણો અસલી ખતરો
Exit mobile version