Site icon

સંસદમાં 20 વર્ષ પછી અચાનક ગુંજ્યો ગોધરા કાંડનો મુદ્દો, RJD સુપ્રીમો લાલુ પ્રસાદ પર થયા આ આક્ષેપ; જાણો શું સમગ્ર મામલો 

News Continuous Bureau | Mumbai

વર્ષ 2002માં થયેલો ગોધરા કાંડ અ્ને એ પછીના તોફાનો હજી પણ લોકોને યાદ છે. જોકે બુધવારે સંસદમાં અચાનક જ ગોધરા કાંડનો મુદ્દો પાછો ઉછળ્યો હતો. હકીકતમાં ગુનેગારોની ઓળખ કરવાના એક બિલ પર ચાલી રહેલી ચર્ચા દરમિયાન ભાજપના સાંસદ બૃજલાલે ગોધરા કાંડનો મુદ્દો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ઘટનાની તપાસ માટે સપ્ટેમ્બર 2004માં તત્કાલિન રેલ્વે મંત્રી લાલુ પ્રસાદ યાદવ દ્વારા UC બેનર્જી કમિશનની રચના પર સવાલ ઉઠાવ્યા હતા. સાથે તેમણે કહ્યુ હતુ કે, સુપ્રીમ કોર્ટ તરફથી નિયુક્ત પૂર્વ ન્યાયાધીશની કમિટી તપાસ કરી રહી હોવા છતા લાલુ પ્રસાદ યાદવે રેલવે મંત્રી તરીકે એક નવી કમિટી બનાવી દીધી હતી.  આ કમિટીએ રિપોર્ટ આપ્યો હતો અને કહ્યુ હતુ કે, ગોધરા કાંડમાં ટ્રેનના ડબ્બામાં અકસ્માતે આગ લાગી હતી અને કોઈએ આગ લગાવી નહોતી. 

Join Our WhatsApp Community

આ સાથે બ્રિજલાલે કહ્યું કે ટ્રાયલ કોર્ટે આ કેસમાં 11 દોષિતોને મૃત્યુદંડની સજા સંભળાવી હતી અને કેટલાક વિરોધ પક્ષો પર આતંકવાદીઓ પ્રત્યે સહાનુભૂતિ રાખવાનો આરોપ લગાવ્યો હતો. બાદમાં, હાઈકોર્ટે 11 દોષિતોની ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી હતી જ્યારે 20 અન્યની અગાઉની આજીવન કેદની સજાને યથાવત રાખી હતી. આ ઘટનાનો ઉલ્લેખ કરતા તેમણે દાવો કર્યો કે કમિશનના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કોચમાં સાધુઓ હતા જેઓ નશીલા પદાર્થનું ધૂમ્રપાન કરતા હતા અને આકસ્મિક રીતે આગ લાગી હતી.

આ સમાચાર પણ વાંચો : આટલા વર્ષ માટે સૈન્યમાં ભરતી થઈ દેશસેવા કરવાનું સપનું સાકાર કરી શકાશે, કેન્દ્ર સરકાર લાવી રહી છે આ યોજના. જાણો વિગતે

આટલું બોલતાની સાથે જ સંસદમાં હોબાળો મચી ગયો હતો. આરજેડી સાંસદ મનોજ ઝાએ કહ્યું કે આવી કોઈ પણ ઘટના પછી ભલે તે કાશ્મીરમાં બની હોય કે ગોધરા કે દિલ્હીમાં, આ માટે આપણે બધા સામૂહિક રીતે જવાબદાર છીએ… તમે આ માટે અન્ય કોઈને દોષી ન ઠેરવી શકો.

તેના જવાબમાં, ગૃહ પ્રધાન અમિત શાહે ભૂતપૂર્વ રેલવે પ્રધાન લાલુ પ્રસાદ યાદવ પર 2002ના ગોધરા ટ્રેન હત્યાકાંડને અકસ્માત તરીકે રજૂ કરવાનો પ્રયાસ કરવાનો આરોપ મૂક્યો હતો, જેના માટે તેમણે(લાલુ પ્રસાદ યાદવે) ઘટનાની તપાસ માટે નવી સમિતિની નિમણૂક કરી હતી. શાહે કહ્યું કે, તત્કાલિન રેલ્વે મંત્રીએ આ ઘટનાને અલગ એન્ગલ આપવાનો પ્રયાસ કર્યો હતો જેમાં લોકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. આ કમિટી થકી આરોપીઓને બચાવવા માટે પ્રયત્ન થયો હતો.

લાલુ પ્રસાદ યાદવનું નામ લીધા વિના શાહે કહ્યું કે, સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત ભૂતપૂર્વ ન્યાયાધીશ દ્વારા તપાસ ચાલી રહી છે તે હકીકતને જાણતા હોવા છતાં, તેમણે રેલવે એક્ટનો ઉપયોગ કરીને એક નવી સમિતિની નિમણૂક કરી. શાહે કહ્યું, સમિતિએ કહ્યું હતું કે આ એક અકસ્માત હતો અને તેમાં કોઈ કાવતરું નહોતું. તેને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. 

આ સમાચાર પણ વાંચો : યુદ્ધ અપરાધના આરોપમાં ફસાયું રશિયા. યુએનમાં લાગ્યો મોટો ઝટકો, આ પદથી કરાઈ હાકલપટ્ટી. ભારતે આ નિર્ણાયક પગલું લીધું.  જાણો વિગતે
 

Narendra Modi: PM મોદી અને તેમના દિવંગત માતાના ડીપફેક વીડિયો મામલે કોંગ્રેસ સામે દિલ્હી પોલીસે કરી મોટી કાર્યવાહી
ITR Deadline: શું ખરેખર આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની તારીખ લંબાવાઈ? વિભાગે કરદાતાઓને આપ્યું મોટું અપડેટ
Air India: અમદાવાદમાં થયેલા એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાના કેસમાં થયો નવો ખુલાસો, તદ્દન નવું કારણ આવ્યું સામે
IND vs PAK: ‘નો હેન્ડશેક’ પર બોખલાયું પાકિસ્તાન, ટીમ ઈન્ડિયા સામે લીધું આ પગલું
Exit mobile version