ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 19 ફેબ્રુઆરી 2022,
શનિવાર
દેશમાં કોરોના રસીકરણ અભિયાન ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે.
દેશમાં 15 થી 18 વર્ષની વય જૂથના બે કરોડથી વધુ કિશોરોને કોવિડ-19 રસી આપવામાં આવી છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, 15 થી 18 વર્ષની વયજૂથના 70 ટકાથી વધુ લાભાર્થીઓને રસીનો પ્રથમ ડોઝ અપાઈ ચુક્યો છે.
ઉલ્લેખનીય છે કે મહામારી સામે રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન ગયા વર્ષે 16 જાન્યુઆરીએ શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં પ્રથમ તબક્કામાં આરોગ્ય કર્મચારીઓને રસી આપવામાં આવી હતી.