દેશમાં કોરોનાની બીજી લહેર વચ્ચે કોરોનાના નવા વેરિએન્ટ ડેલ્ટા પ્લસનો ફફડાટ વધી રહ્યો છે.
દેશના 11 રાજ્યોમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિએન્ટના 50 કેસ નોંધાયા છે.
જે રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટનાં કેસો મળી આવ્યા છે તેમાં આંધ્રપ્રદેશ, દિલ્હી, હરિયાણા, કેરળ, મહારાષ્ટ્ર, પંજાબ, તેલંગાણા અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે.
નેશનલ સેન્ટર ફોર ડિસિઝ કન્ટ્રોલના નિયામક ડો.એસ.કે.સિંઘે જણાવ્યું કે દેશનાં આ 8 રાજ્યોમાં જ 50 ટકાથી વધુ કેસ મળી આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના ડેલ્ટા પ્લસ વેરિયન્ટથી સંક્રમિત પ્રથમ દર્દીનુ મોત નીપજ્યું હતું.
