ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 11 ઑગસ્ટ, 2021
બુધવાર
હવામાન વિભાગે આગાહી કરી છે કે પશ્ચિમ બંગાળ અને સિક્કિમના ઉપ હિમાલય વિસ્તારમાં આજે અને કાલે ભારે વરસાદ પડી શકે છે. કારણ કે ચોમાસાનો લો પ્રેશર બેલ્ટ પર્વતો તરફ આગળ વધી રહ્યો છે.
IMDના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મોહપાત્રાએ કહ્યું કે ચોમાસાના નિમ્ન વાયુદાબની પટ્ટી હિમાલયના પર્વતો તરફ વધી રહી છે, તેમણે કહ્યું કે તેનાથી ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં વરસાદ ઓછો પડશે અને પહાડો પર વરસાદ વધારે થશે.
સાથે જ આવતા ચાર-પાંચ દિવસો દરમિયાન ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશના ઉત્તરી ભાગો, બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળના ગંગા વિસ્તારમાં વ્યાપક વરસાદ થવાની સંભાવના છે.
આ ઉપરાંત ઉત્તરાખંડ માટે આગામી બે દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદ થશે તેવી આગાહી સાથે યેલો એલર્ટ પણ જારી કર્યું છે.
ઉત્તર પ્રદેશમાં જળપ્રલય: PM મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં ગ્રામીણોએ સરકારને આપી આ ધમકી