Site icon

ઘઉં બાદ હવે આ ભારતીય ઉત્પાદનને વિદેશના દેશોએ પાછું કર્યું, નિકાસને પડશે ફટકો- જાણો વિગતે

 News Continuous Bureau | Mumbai 

અગાઉ તુર્કી(Turkey)એ ભારત(India)થી નિકાસ કરવામાં આવેલા ઘઉં(wheat supply)ના જથ્થાને પાછો મોકલી દીધો હતો હવે ચા(tea supply)નો વારો આવ્યો છે. નક્કી કરેલા માપદંડથી વધારે જંતુનાશકો અને રસાયણોનું પ્રમાણ હોવાનું કારણ આગળ કરીને અનેક દેશો અને ડોમેસ્ટિક ખરીદી કરનારાઓએ ભારતીય ચા(Indian tea)નો મોટો જથ્થો પરત કરી દીધો હોવાનું ઇન્ડિયન ટી એક્સપોટર્સ એસોસિએશન -આઇટીઇએ(Indian tea exporters association)ના ચેરમેન અંશુમાન કાનોરિયાએ એક નિવેદનમાં જણાવ્યું છે.

Join Our WhatsApp Community

ભારતની ચા પુરા વિશ્વમાં વખણાય છે. તેમાં પાછું હાલ વૈશ્વિક બજારમાં કટોકટીગ્રસ્ત શ્રીલંકા(sri lanka)ની સ્થિતિ નબળી પડી છે, ત્યારે તેનો લાભ લેવા માટે ઇન્ડિયન ટી બોર્ડ(indian Tea Board) ચાની નિકાસ વધારવા માગતું હતું પણ અનેક દેશોએ ચાનો મોટો જથ્થો પરત કરતા નિકાસમાં ઘટાડો થઈ રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો : પાટીદાર સમાજને અસામાજિક તત્વ ગણાવનારા આ ગજાવર પાટીદાર નેતાને મળી ધમકીઓ- જાહેરમાં ધુલાઈ થવાનો ડર- જાણો વિગતે

અંશુમાન કાનોરિયાએ તાજેતરમાં પત્રકારોને જણાવ્યું હતું કે દેશમાં વેચાતી ચા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઇન્ડિયા – એફએસએસએઆઇ(Food Safety and Standards Authority of India)ના માપદંડને અનુરૂપ હોવી જોઇએ. જો કે મોટા ભાગના ખરીદનારા(buyers)ઓ એવી ચા ખરીદે છે જેમાં રસાયણનું પ્રમાણ વધારે હોય છે.

અહીં ઉલ્લેખનીય છે કે ૨૦૨૧માં ભારતે ૧૯.૫૯૦ કરોડ કિલો ચાની નિકાસ(Tea export) કરી હતી. ભારત પાસેથી ચા ખરીદનારા દેશોમાં કોમનવેલ્થના દેશો અને ઇરાનનો સમાવેશ થાય છે. 

બોર્ડે ચાલુ વર્ષે ૩૦ કરોડ કિલો ચાની નિકાસ કરવાનો લક્ષ્‍યાંક નક્કી કર્યો છે. ભારતે ૨૦૨૧માં કુલ ૫૨૪૬ કરોડ રૂપિયાની ચાની નિકાસ કરી હતી.

 

Naxal Hidma: મોસ્ટ વોન્ટેડ નક્સલી હીડમા છત્તીસગઢ બોર્ડર પર ઠાર, એન્કાઉન્ટરમાં તેના આટલા સાથીઓ પણ માર્યા ગયા
Hamas attack: દિલ્હી બ્લાસ્ટ: સુસાઇડ બોમ્બરથી લઈને રોકેટ-ડ્રોન સુધી! શું ઉમરનું કાવતરું ભારતમાં ‘હમાસ’ જેવો મોટો હુમલો કરવાનું હતું?
Tejashwi Yadav: તેજસ્વી યાદવ પર દબાણ! રાજકીય કારકિર્દી સામે ઊભો થયો સવાલ, મીટિંગમાં ભાવુક થઈ નેતાએ કેમ આપ્યું રાજીનામું આપવા જેવું નિવેદન?
Delhi Blast Case: દિલ્હી બ્લાસ્ટ કેસ માં અલ-ફલાહ યુનિવર્સિટી પર ED ની મોટી કાર્યવાહી, ચાર રાજ્યોમાં કુલ આટલા ઠેકાણાં પર દરોડા
Exit mobile version