ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૨ મે 2021
બુધવાર
ભારતમાં કોરોના મહામારીનું તાંડવ રોકવા માટે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા એક ફોર્મ્યુલા આપવામાં આવી છે. આ ફોર્મ્યુલા મુજબ જે જિલ્લામાં ૧૦ ટકા થી વધારે કોરોના સંક્રમણ નો રેટ છે ત્યાં છ થી આઠ સપ્તાહ નું લોકડાઉન લગાડવું જોઇએ.
ભારતમાં કુલ ૭૩૪ જિલ્લાઓ છે જેમાંથી 310 એવા જિલ્લા છે જેમાં ૧૦ ટકાથી વધુ સંક્રમણ છે. બીજી તરફ જોવા જઈએ તો ભારતમાં એકંદરે સરેરાશ કોરોના નો દર 21 ટકા છે. આથી આખા દેશમાં લોકડાઉન લાગવું જોઈએ. પરંતુ તેવું નહીં કરતા 310 જિલ્લામાં લોકડાઉન લગાડવાથી ભારતની પરિસ્થિતિ એકથી દોઢ મહિનામાં સારી થઈ શકે તેમ છે.
હવે જોવાનું એ છે કે સરકાર આ માંગણી પ્રત્યે શું પ્રત્યુત્તર આપે છે.
