Site icon

દેશના આ રાજ્યોમાં મેઘરાજા બોલાવશે ધડબડાટી- ભારતીય હવામાન વિભાગનો વરસાદને લઈને આવો છે વર્તારો

News Continuous Bureau | Mumbai

ભારતીય હવામાન વિભાગ(IMD) દ્વારા ઉપહિમાલયન ક્ષેત્ર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઉત્તર-પૂર્વ ભારત અને દક્ષિણી પ્રાયદ્વિપીય વિસ્તારમાં આગામી ચાર દિવસ સુધી ભારે વરસાદ(Rain)ની આગાહી કરવામાં આવી છે. તેમ જ હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પૂર્વ ઉત્તર પ્રદેશ અને બિહારમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યુ છે કે, સમુદ્ર સપાટીથી ચાલુ થયેલો ચોમાસાનો ટ્રફ હાલ હિમાલયની તળેટી નજીક આવી ગયો છે. ત્યારે પૂર્વ ઉત્તર પ્રદેશ પર ચક્રવાતી હવાનું જોર વધ્યું છે. જ્યારે બીજું હવાનું જોર ઝારખંડ પર ક્ષોભમંડળના નીચા વિસ્તારમાં બન્યું છે. તેના પ્રભાવથી હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ, પૂર્વ ઉત્તર પ્રદેશ અને બિહારમાં ભારે વરસાદ પડી શકે છે. આ સિવાય અન્ય કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે તોફાની વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. 

Join Our WhatsApp Community

જોકે, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, રાજસ્થાન વગેરે રાજ્યોમાં છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજાની તોફાની બેટિંગ ચાલી રહી છે, ત્યારે હવે ચોમાસુ કમજોર થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. બિહારના મોટાભાગના વિસ્તારમાં દુકાળ જેવી પરિસ્થિતિ છે. તેને ધ્યાને રાખી આજે ભારતીય હવામાન વિભાગે બિહારની સાથે સાથે ઝારખંડ અને ઉત્તર પ્રદેશના ઘણાં વિસ્તારમાં વરસાદની આગાહી કરી છે. 

આ સમાચાર પણ વાંચો : અન્ના હજારેએ કેજરીવાલની હવા કાઢી નાખી- કહ્યું- લોકોના માથે દારૂનો નશો અને તને સત્તાનો-વાંચો વિસ્તૃત પત્ર અહીં

આંધ્રના તળેટી વિસ્તારો, દક્ષિણ કર્ણાટક, તમિલનાડુ, કેરલ અને કર્ણાટકની તળેટીઓમાં છેલ્લા કેટલાક દિવસોથી મધ્યમ વરસાદનો માહોલ છવાયેલો છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ૧ સપ્ટેમ્બરથી ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જોકે, અરૂણાચલ પ્રદેશ અને અસમના છિટપુટ વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે. IMDએ તમિલનાડુ, કેરળ, માહી વિસ્તાર અને કર્ણાટકના દરિયાકિનારે આગામી ચાર દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણના રાજ્યોમાં વરસાદી માહોલ છવાયેલો છે ત્યારે આગામી ૨૪ કલાકમાં ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ, અરૂણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, પૂર્વી અસમ, બિહાર, પૂર્વ ઉત્તર પ્રદેશ, ઝારખંડ, ઉત્તરી છત્તીસગઢ, પૂર્વી મધ્ય પ્રદેશ, તમિલનાડુ અને કેરળમાં એક-બે જગ્યાએ ભારે વરસાદની આગાહી કરી છે.

અરૂણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં પણ આગામી ચાર દિવસ સુધી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ભારે વરસાદ વચ્ચે ઉત્તરાખંડના કેટલાક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉત્તરાખંડના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. તેવામાં દહેરાદૂન, પૌડી, નૈનિતાલ, ચંપાવત સામેલ છે.

બાગેશ્વરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્ય સરકારે પણ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે અને કહ્યુ કે, ભૂસ્ખલન સંભવિત ક્ષેત્રમાં લોકોએ ધ્યાન રાખવું. છેલ્લા કેટલાક દિવસોથી પર્વતો પર ભારે વરસાદ વરસી રહ્યો છે તેને કારણે ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ સહિત કેટલાક રાજ્યોની નદીઓમાં જળસ્તર વધ્યાં છે. તેનાથી ઉત્તર પ્રદેશના વારાણસી અને પ્રયાગરાજમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે.

આ સમાચાર પણ વાંચો : મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી- વીડિયો સેક્સ કોલ સેન્ટરનો કર્યો પર્દાફાશ-આટલી મહિલાઓને બચાવી

Uttarakhand Disaster: ઉત્તરાખંડના સહસ્ત્રધારા માં ફાટ્યું વાદળ, રમકડાંની જેમ તણાઈ કાર, જાણો ક્યાં થયું કેટલું નુકશાન
Dog punishment: હવે માણસ ની જેમ કુતરાઓ ને પણ થશે આવી સજા, ઉત્તર પ્રદેશ સરકારે લીધો અનોખો નિર્ણય
Waqf Act: વક્ફ કાયદો: સવારે મુસ્લિમ પક્ષ જીતનો દાવો કરતો હતો, પરંતુ વાર્તા તો કઈ અલગ જ નીકળી, જાણો સમગ્ર મામલો
Supreme Court: સુપ્રીમ કોર્ટે વનતારા કેસની સુનાવણી દરમિયાન કરી મહત્વપૂર્ણ ટિપ્પણી, હાથી રાખવા ને લઈને કહી આવી વાત
Exit mobile version