Site icon

મહત્વના સમાચાર- રેલવે ટિકિટ બુક કરો છો તો ધ્યાન રાખજો- IRCTCએ આ નિયમમાં કર્યા છે ફેરફાર-જાણો વિગત

IRCTC BIG Update! Indian Railways To Offer Rs 20 Meals To General Coach Passengers

IRCTC BIG Update! Indian Railways To Offer Rs 20 Meals To General Coach Passengers

News Continuous Bureau | Mumbai 

ટ્રેનમાં મુસાફરી(Train Travelling) કરવા માટે ઓનલાઇન ટિકિટ બુકિંગ(Online ticket booking) કરનારા માટે મહત્વના સમાચાર છે. IRCTC દ્વારા એપ(Application) અને વેબસાઈટ(Websites) દ્વારા ટિકિટ બુક કરવાના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. નવા નિયમ અનુસાર, તમારે ટિકિટ બુકિંગ માટે તમારું એકાઉન્ટ વેરિફાઈ(Account verification) કરવું પડશે. વેરિફિકેશન વગર ટિકિટ બુક કરવામાં આવશે નહીં

Join Our WhatsApp Community

ભારતીય રેલ્વેની(Indian Railway) સબસિડિયરી(Subsidiary) IRCTCના નિયમો અનુસાર હવે યુઝર્સે ટિકિટ બુક કરાવતા પહેલા મોબાઈલ નંબર(Mobile Number) અને ઈ-મેલ આઇડી(Email ID) વેરીફાઈ કરવું જરૂરી છે. ઈ-મેલ આઈડી અને મોબાઈલ નંબરના વેરિફિકેશન વિના ઓનલાઈન ટિકિટ બુક કરી શકાશે નહીં.

વાસ્તવમાં, IRCTC એકાઉન્ટના ઘણા એવા યુઝર્સ છે જેમણે કોરોના મહામારી(Covid19 Outbreak) શરૂ થયા બાદ ઓનલાઇન ટિકિટ બુક કરાવી નથી. આ નિયમ આવા લોકો માટે જ લાગુ છે. જો તમને પણ લાંબા સમયથી ટિકિટ નથી મળી, તો પહેલા વેરિફિકેશન કરવું જરૂરી છે. 

આ સમાચાર પણ વાંચો : ડચ સાંસદ બાદ હવે નૂપુર શર્માના સમર્થનમાં આવ્યા હિન્દુ સેના પ્રમુખ વિષ્ણુ ગુપ્તા-સુપ્રીમ કોર્ટમાં કરી લેટર અરજી-કહી આ વાત

આ રીતે વેરિફિકેશન કરી શકાશે. જાણો તેની પ્રક્રિયા…

IRCTC એપ અથવા વેબ સાઇટ પર જાઓ અને વેરિફિકેશન વિન્ડો પર ક્લિક કરો.

અહીં તમારે તમારો રજીસ્ટર્ડ મોબાઈલ નંબર(Registered Mobile Number) અને ઈ-મેલ આઈડી દાખલ કરવો પડશે.

બંને માહિતી દાખલ કર્યા પછી, ચકાસણી બટન(Verification button) પર ક્લિક કરો.

વેરીફાઈ પર ક્લિક કર્યા પછી તમારા મોબાઈલ પર OTP આવશે, તેને એન્ટર કરો અને મોબાઈલ નંબર વેરીફાઈ કરો.

એ જ રીતે, ઈ-મેલ આઈડી પર પ્રાપ્ત કોડ દાખલ કર્યા પછી, તમારું મેઇલ આઇડી વેરીફાઈ થઈ જશે.

હવે તમે તમારા ખાતામાંથી કોઈપણ ટ્રેન માટે ઓનલાઇન ટિકિટ બુક કરાવી શકો છો.

હવે તમે 24 ટિકિટ બુક કરી શકો છો

રેલવે મુસાફરો(Railway passengers) માટે અન્ય મોટા સમાચાર એ છે કે એક IRCTC યુઝર આઈડી પર એક મહિનામાં મહત્તમ ટિકિટ બુક કરવાની મર્યાદા 12 થી વધારીને 24 કરવામાં આવી છે. હા, હવે તમે આધાર લિંક્ડ યુઝર આઈડી વડે મહિનામાં 24 ટિકિટ બુક કરી શકો છો. અગાઉ આ સંખ્યા 12 હતી. એ જ રીતે, આધાર સાથે લિંક ન હોય તેવા ખાતામાંથી 6ને બદલે 12 ટિકિટ બુક કરાવી શકાય છે.
 

Indian Railway: સાબરમતી-જોધપુર એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
Meghalaya: ભાજપ પ્રેરિત મેઘાલયમાં રાજકીય ઉથલપાથલ, આટલા મંત્રીઓએ અચાનક આપ્યા રાજીનામા, જાણો શું છે કારણ
PM Modi Birthday: જાણો વડનગર ના રેલવે સ્ટેશનથી લઈને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બનવા સુધીનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નો પ્રવાસ
PM Modi: વડાપ્રધાન બન્યા પછી ન ઘરેણાં ખરીદ્યા, એક પ્લોટ હતો તે પણ કર્યો દાન, જાણો તેમની કુલ સંપત્તિ અને તેમના પરિવાર વિશે
Exit mobile version