ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 02 સપ્ટેમ્બર, 2021
ગુરુવાર
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં એરપોર્ટ પર સુસાઈડ એટેક પછી હવે કુખ્યાત આતંકી સંગઠન ISIS K ભારતમાં મોટો હુમલો કરવાની તૈયારીમાં છે.
સંવેદનશીલ રિપોર્ટ દ્વારા મળતી જાણકારી મુજબ નિશાના પર રાઈટ વિંગ લીડર્સ, મંદિર, પશ્ચિમી દેશોના ઠેકાણાઓ શામેલ છે. સાથે તેઓ વિદેશીઓને પણ નિશાન બનાવી શકે છે.
ખાનગી રિપોર્ટ અને ગુપ્તચર એજન્સીઓએ આ હુમલા માટે એલર્ટ જાહેર કર્યું છે.
એલર્ટ પછી હવે દેશના વિવિધ સંવેદનશીલ વિસ્તારોની સુરક્ષામાં વધારો થયો છે.
યુપી બાદ હવે આસામમાં નામકરણ શરૂ, રાજીવ ગાંધી નેશનલ પાર્ક હવે આ નામથી ઓળખાશે; જાણો વિગતે
