Site icon

ભારતમાં ફરી કોરોનાના કેસ વધતા કેન્દ્ર સરકાર એકશનમાં ૨૭ એપ્રિલે વડાપ્રધાન મોદી મોટો નિર્ણય લઈ શકે છે

 

News Continuous Bureau | Mumbai  

Join Our WhatsApp Community

હાલ દેશભરમાં કોરોનાના કેસમાં(Covid case) વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને દિલ્હી(Delhi), મહારાષ્ટ્ર(maharashtra) સહિતના કેટલાક રાજ્યોમાં કોરોના કેસે ચિંતામાં વધારો કર્યો છે. કારણ કે, આ રાજ્યોમાં કોરોનાના કેસ ખૂબ ઝડપથી વધી રહ્યા છે. મદ્રાસમાં(Madras) કોરોનાના ૫૫ કેસ સામે આવ્યા છે. જેને પગલે તમિલનાડુનું(Tamilnadu) આરોગ્ય વિભાગ(Health department) પણ દોડતું થયું છે. વધતા જતા કોરોનાના કેસને કારણે હાલની સ્થિતિની સમીક્ષા કરવી કેન્દ્ર સરકારને(Central govt) આવશ્યક લાગી રહી છે. જેને પગલે હવે કેન્દ્રીય સ્તરે ધમધમાટ શરૂ થયો છે. પ્રધાનમંત્રી મોદીએ(PM Modi) પોતે હવે આ અંગે મોનિટરિંગ(Monitoring) શરૂ કરી દીધું છે. એટલું જ નહીં તેમણે આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓને પણ કામે લગાવ્યાં છે.

પીએમ મોદીએ ૨૭ એપ્રિલના બપોરના ૧૨ વાગ્યે તમામ મુખ્યમંત્રીઓ(CM) સાથે એક મોટી બેઠક કરવાના છે. પીએમ મોદી મુખ્યમંત્રીઓ સાથે કોવિડ સ્થિતીની ચર્ચા કરશે અને રાજ્યોને જરુરી પગલાં ભરવાનો આદેશ આપશે.પ્રધાનમંત્રી મોદી સાથેની આ બેઠકમાં(Meeting) વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજર રહેશે. આ સાથે જ કેન્દ્રની ટીમમાંથી ગૃહમંત્રી(Home minister) અમિત શાહ(Amit shah), રાજનાથ સિંહ(rajnath singh) સહિતના પીએમઓના(PMO) અધિકારીઓ હાજર રહેશે અને દેશની કોરોનાની સ્થિતિની સમીક્ષા કરશે. પીએમ મોદી રાજ્યોના મુખ્યમંત્રીઓને કોરોના સંબંધિત કેટલાક આદેશ આપી શકે છે. બેઠકમાં પીએમ મોદી મુખ્યમંત્રીઓનો બૂસ્ટર ડોઝ(Booster dose) મફતમાં આપવાનો આગ્રહ કરી શકે છે. દિલ્હી, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ સહિતના કેટલાક રાજ્યો દિનપ્રતિદિન સરકારનું ટેન્શન વધારી રહ્યાં છે. અહીંના કોરોનાના કેસમાં દૈનિક વધારો આવી રહ્યો છે. ફરી એકવાર કોરોના વાયરસે ચિંતામાં વધારો કર્યો છે. થોડા સમય પહેલા સ્થિતિ લગભગ એકદમ સામાન્ય થઈ ગઈ હતી.

આ સમાચાર પણ વાંચો :  વિશ્વનો સૈન્ય ખર્ચ 2.1 ખરબ ડોલરના સર્વોચ્ચ સ્તર પર, ભારત આ સ્થાને પહોંચ્યુ; જાણો વિગતે

જાેકે, ઓચિંતા કોરોનાના નવા કેસ સામે આવતા ફરી ફફડાટ ઉભો થયો છે. નવા કેસ સામે આવતાની સાથે જ સરકારની ચિંતામાં પણ વધારો થયો છે. એજ કારણ છેકે, હાલ કેન્દ્ર માં બેઠકોનો દોર શરૂ થયો છે. પ્રધાનમંત્રી મોદીએ પોતે આરોગ્ય વિભાગના અધિકારીઓને આ અંગે પુરતી તકેદારી રાખવા અને જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવાનો આદેશ કર્યો છે.

President Draupadi Murmu: રાફેલની ગર્જના: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અંબાલાના આકાશમાં ઉડાન ભરી, ભારતીય વાયુસેનાનું વધાર્યું સન્માન.
Pakistan Army: લીપા વેલીમાં પાકિસ્તાની સેનાનો સીઝફાયર ભંગ, ભારતીય ચોકીઓ પર ફાયરિંગ
Delhi Airport: જુઓ: દિલ્હી એરપોર્ટ પર મોટી દુર્ઘટના: વિમાનથી થોડે દૂર ઊભેલી બસ બની આગનો ગોળો, જુઓ વિડિયો
Fake voter list: ઉદ્ધવ જૂથનો સણસણતો આક્ષેપ: ‘ચૂંટણી રોકી દઈશું’ – વોટર લિસ્ટ પર ઉઠાવ્યા સવાલ
Exit mobile version