Site icon

આરોગ્ય મંત્રીએ ચેતવ્યા-ખતમ નથી થયો કોરોના- બાળકોની વેક્સીન પર કરો ફોકસ

- Mandaviya to hold meeting with state health ministers over Covid surge

કોરોનાને લઈને મોદી સરકાર એલર્ટ, મનસુખ માંડવિયા આવતીકાલે આ લોકો સાથે કરશે બેઠક..

News Continuous Bureau | Mumbai

કોરોનાને(Corona) લઈને આરોગ્ય મંત્રી(Health Minister) મનસુખ માંડવિયાએ(Mansukh Mandviya) કહ્યુ કે દેશમાં કોરોના હજુ સંપૂર્ણપણે ખતમ નથી થયો. ઘણા રાજ્યોમાં કોરોનાના નવા કેસ વધી રહ્યા છે. એવામાં જરૂરી છે કે કોરોનાને લઈને આપણે સાવચેત રહીએ અને જરુરી પ્રોટોકૉલનુ(Covid protocol) પાલન કરીએ. તેમણે રાજ્યોને અપીલ કરી છે કે તે જીનોમ સિક્વન્સિંગ(Genome sequencing) પર પોતાનું ધ્યાન જાળવી રાખે. આરોગ્ય મંત્રીએ બધા રાજ્યોને નિર્દેશ આપ્યા છે કે કોરોનાની રસી(Corona vaccine) પર પોતાનુ ધ્યાન વધારો અને સ્કૂલે જતા બાળકોને રસી(Vaccinate children) લગાવડાવો. વળી, વરિષ્ઠ નાગરિકોના ત્રીજા ડોઝ પર ધ્યાન કેન્દ્રિત કરો.

Join Our WhatsApp Community

આરોગ્ય મંત્રીએ કહ્યું કે કોરોના હજુ સમાપ્ત થયો નથી. ઘણા રાજ્યોમાં કોરોનાના કેસ વધ્યા છે. તેથી જરૂરી છે કે આપણે કોવિડ સંબંધિત પ્રોટોકોલનું પાલન કરીએ, માસ્ક પહેરીએ, સામાજિક અંતરનું પાલન કરીએ જેથી ચેપ ન ફેલાય. સમયસર કોરોના ટેસ્ટ(Corona test) સંક્રમણની વહેલી તપાસ કરવામાં મદદ કરશે અને તેના ફેલાવાને રોકવામાં મદદ કરશે. રાજ્યોને આરોગ્ય સેવાઓ, પ્રયોગશાળાઓ, સમુદાયો વગેરે પર નજર રાખવા માટે પણ વિનંતી કરવામાં આવી છે. હર ઘર દસ્તક ૨.૦ અભિયાન વધારવુ જાેઈએ. 

આ સમાચાર પણ વાંચો :  રક્ષામંત્રી રાજનાથ સિંહે અગ્નિપથ યોજના કરી લોન્ચ-જાણો અગ્નિવીરોને કેટલો મળશે પગાર

આરોગ્ય મંત્રીએ કહ્યુ કે ૧૨-૧૭ વર્ષની વયના લોકોને ઝડપથી રસી આપવામાં આવે. તેમને પ્રથમ અને બીજો ડોઝ આપવામાં આવે જેથી તેઓ શાળાએ જઈ શકે. રાજ્યએ તેનુ ધ્યાન ૧૨-૧૭ વર્ષની વયના લોકો પર કેન્દ્રિત કરવુ જોઈએ જેથી શાળા અને મદરસામાં જતા બાળકો સુરક્ષિત રહે. આ ઉપરાંત ૬૦ વર્ષથી વધુ ઉંમરના લોકોને પણ કોરોનાનો ત્રીજાે ડોઝ(Covid19 third dose) આપવો જાેઈએ. તેમને ત્રીજા ડોઝ દ્વારા સુરક્ષિત રાખવા જાેઈએ. 

આપણા આરોગ્ય કર્મચારીઓ ઘરે-ઘરે જઈને જે લોકોને કોરોનાનું જાેખમ છે તેમને કોરોનાની રસી આપી રહ્યા છે. કોરોનાના પ્રથમ તબક્કામાં હર ઘર દસ્તક અભિયાનમાંથી રાજ્યો શીખી શકે છે. કોરોનાની રસી કોઈપણ કિંમતે વેડફાવી ન જોઈએ. તે ધ્યાનમાં રાખવુ જોઈએ કે જે રસી સમાપ્ત થઈ રહી છે તેનો સૌથી પહેલા ઉપયોગ કરવો જોઈએ.

Hyderabad Airport: હૈદરાબાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ઇન્ડિગોની ફ્લાઇટ ડાયવર્ટ
National Unity Day: પાકિસ્તાનના કબજામાં ગયો કાશ્મીરનો હિસ્સો, કારણ કોંગ્રેસ’: સરદાર પટેલની ૧૫૦મી જયંતી પર PM મોદીનો વિપક્ષ પર મોટો પ્રહાર.
Online Fraud: ઓનલાઈન શોપિંગનો મોટો ધબડકો: ૧.૮૫ લાખનો Samsung Z Fold મંગાવ્યો, પરંતુ બોક્સ ખોલતા જ ગ્રાહકના હોશ ઉડી ગયા!
CBSE Board Exam: CBSE ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર!
Exit mobile version