Site icon News Continuous Bureau | Mumbai

શું દેશમાં કોરોનાનું સંક્રમણ કાબુમાં આવી રહ્યું છે?, છેલ્લા બે દિવસથી ઘટી રહ્યાં છે કોરોનાના કેસ; જાણો આજનો આંકડો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,18 જાન્યુઆરી 2022          

Join Our WhatsApp Channel

મંગળવાર.

ભારતમાં છેલ્લા બે દિવસથી વૈશ્વિક મહામારી કોરોનાના નવા કેસોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના કુલ 2.38 થી વધારે નવા કેસ સામે આવ્યા છે, જે સોમવારે નોંધાયેલા કેસો કરતા લગભગ 20,071 ઓછા છે.  

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 2,38,018  નવા કેસ નોંધાયા છે અને 310 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 1,57,421 દર્દીઓ સાજા થયા છે. સોમવારે નવા કેસ નોંધાયા બાદ દેશમાં સંક્રમિતોની સંખ્યા વધીને 3,73,80,253 થઈ ગઈ છે. દેશમાં હવે લગભગ 17,36,628 સક્રિય કેસ છે અને દૈનિક પોઝિટિવિટી રેટ પણ ઘટીને 14.43 ટકા પર આવી ગયો છે. 

દિલ્હી સીએમ કેજરીવાલે પબ્લિક વોટિંગના પરિણામ જાહેર કર્યા, પંજાબ વિધાનસભા ચૂંટણીમાં AAP તરફથી મુખ્યમંત્રીના ચહેરા તરીકે આ ઉમેદવારના નામ પર લાગી મહોર; જાણો વિગત

દેશમાં અત્યાર સુધીમાં કુલ 3,52,37,461 લોકો ચેપ મુક્ત થયા છે અને કોવિડ-19થી મૃત્યુદર 1.30 ટકા છે, જ્યારે દર્દીઓના સાજા થવાનો રાષ્ટ્રીય દર 94.27 ટકા થયો છે.

કોરોનાના વધતા જતા કેસોની સામે દેશમાં રસીકરણ અભિયાન પણ ઝડપથી ચાલી રહ્યું છે. ભારત પહેલેથી જ 150 કરોડ રસીના ડોઝનો આંકડો પાર કરી ચૂક્યું છે. અત્યાર સુધીમાં દેશભરમાં રસીના 158.04 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. 

Right To Protest Rule In India Constitution આંદોલન કરવાનો અધિકાર કે મર્યાદાઓનો ભંગ? સંસદ માર્ચ વચ્ચે જાણો બંધારણ શું કહે છે વિરોધ પ્રદર્શન અંગે
JP Nadda RML Hospital Meeting દિલ્હીમાં પ્રદર્શન બાદ એક્શન મોડમાં સરકાર! ઈજાગ્રસ્ત આંદોલનકારીઓને મળવા RML હોસ્પિટલ પહોંચ્યા કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા..
Sonam Wangchuk Shifted To Medanta સોનમ વાંગચુકને મેદાંતા હોસ્પિટલમાં શિફ્ટ કરાશે દિલ્હી હાઇકોર્ટનો મોટો આદેશ, સ્વાસ્થ્ય સુધારા અર્થે મહત્વનો નિર્ણય
Kharge Cancels Birthday મલ્લિકાર્જુન ખડગે નહીં ઉજવે જન્મદિવસ જંતરમંતર પર ‘કોકરોચ’ આંદોલનને પગલે કોંગ્રેસ અધ્યક્ષનો નિર્ણય
Exit mobile version