Site icon News Continuous Bureau | Mumbai

દેશમાં આજથી પ્લાસ્ટિક પર રહેશે પ્રતિબંધ- આટલી વસ્તુઓ પ્રતિબંધિત- થઈ શકે છે આ દંડ-જાણો વિગત

 News Continuous Bureau | Mumbai

આજથી દેશમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક (Single use plastic) પર પ્રતિબંધ અમલમાં આવ્યો છે. પ્રતિબંધિત પ્લાસ્ટિકનો(banned plastics) ઉપયોગ કરવા સામે કલમ 15 હેઠળ  એક લાખ રૂપિયા સુધીનો દંડ(Penalty) અથવા 7 વર્ષ સુધીની જેલ કે પછી બંને સજાની જોગવાઈ છે.

Join Our WhatsApp Channel

પ્રતિબંધિત વસ્તુઓમાં(prohibited items) અનેક વસ્તુઓ રોજિંદા જીવનમાં વપરાતી વસ્તુઓનો સમાવેશ થાય છે, તે હવે જોવા મળશે નહીં. કેન્દ્રીય પર્યાવરણ પ્રધાને(Union Minister of Environment) પ્રતિબંધિત વસ્તુઓની યાદી પણ જાહેર કરી છે.

કેન્દ્રએ પહેલી જુલાઈથી સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુક્યો છે, તેમાં 19 વસ્તુઓનો સમાવેશ થાય છે. આ વસ્તુઓનું આજથી ઉત્પાદન, વેચાણ, સંગ્રહ અને તેની નિકાસ પર સંપૂર્ણપણે પ્રતિબંધ રહેશે. સિંગલ યુઝ પ્લાસ્ટિકના કચરાથી થતા પ્રદૂષણને(Pollution) ઘટાડવા આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

આ સમાચાર પણ વાંચો : દેશના ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટેની તારીખોની થઇ જાહેરાત- જાણો કઇ તારીખે યોજાશે ચૂંટણી

પ્રતિબંધિત વસ્તુઓમાં પ્લાસ્ટિકની સ્ટીકવાળા ઈયર બડ્સ(Ear buds), ફુગ્ગાઓ(Balloons) માટે પ્લાસ્ટિકની લાકડી(Plastic rod), પ્લાસ્ટિકની ફ્લેગ્સ(Plastic flags), કેન્ડી સ્ટિક,  આઈસ્ક્રીમ સ્ટિક, થર્મોકોલ, પ્લાસ્ટિકની પ્લેટ, કપ, ગ્લાસ, કટલરી, કાંટા ચમચી, ચમચી, છરી, સ્ટ્રો, ટ્રે, મીઠાઈના ડબ્બા પર વીંટાળવામાં આવતી અથવા પેક(Plastic packing)કરવામાં આવતું પ્લાસ્ટિક વગેરેનો સમાવેશ થાય છે.
 

Lawrence Bishnoi Gang Vs Dawood Chhota Rajan દાઉદ ઇબ્રાહીમ અને છોટા રાજનથી કેટલું અલગ છે લોરેન્સ બિશ્નોઈ ગેંગ? ૯૦ના દાયકાના અંડરવર્લ્ડ અને આજના ક્રાઈમ સિન્ડિકેટ વચ્ચેનો તફાવત
Indian Navy Global Presence સમુદ્રમાં શક્તિ પ્રદર્શન! ૩ ખંડોના મહાસાગરોમાં એકસાથે ગર્જ્યા યુદ્ધજહાજો સુપરપાવર્સ પણ ભારતની તાકાત જોઈ દંગ
Sourav Das Ashutosh Ranka Bail Hearing CJP નેતાઓ સૌરવ દાસ અને આશુતોષ રાંકાની જામીન પ્રક્રિયા દરમિયાન મેજિસ્ટ્રેટને ધમકી મળતાં સુનાવણી ટળી; દિલ્હી પોલીસે નોંધી ફરિયાદ
Ayodhya Ram Mandir Darshan Booking અયોધ્યા રામ મંદિરમાં સુગમ દર્શન બુકિંગના નિયમોમાં મોટો ફેરફાર હવે ૯૦ દિવસ અગાઉ મળશે પાસ, દૈનિક ક્વોટા વધારી ૨,૦૦૦ કરાયો
Exit mobile version