News Continuous Bureau | Mumbai
યુક્રેન યુદ્ધ વચ્ચે ભારતે હવે રશિયા પાસેથી જંગી ડિસ્કાઉન્ટ પર તેલ ખરીદ્યા બાદ કોલસાનો ઓર્ડર બમણો કરી દીધો છે.
મીડિયા રિપોર્ટ મુજબ ભારત સરકારે સ્પષ્ટ કર્યું છે કે, તે પશ્ચિમી દેશોના પ્રભાવમાં આવ્યા વિના દેશના હિતનું ધ્યાન રાખશે અને જે દેશથી તેને ફાયદો થશે તેની સાથે વેપાર કરશે.
મોદી કેબિનેટે રશિયા પાસેથી બમણો કોલસો ખરીદવાની મંજૂરી આપી દીધી છે.
આ પછી એવું માનવામાં આવે છે કે, અમેરિકા અને પશ્ચિમી દેશો ભારત પર વધુ ભડકશે.
ઉલ્લેખનીય છે કે હાલમાં યુક્રેન પર રશિયાના આક્રમણને કારણે વિશ્વના ઘણા દેશો મોસ્કો સાથે વેપાર સંબંધો વધારવાથી બચી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : મોદી સરકાર માટે ક્રિપ્ટો પર ટેક્સ લાગુ કરવાનો રસ્તો સાફ થયો, ફાઈનાન્સ બિલ ૨૦૨૨ લોકસભામાં પસાર; જાણો શું છે સરકારની યોજના..
