ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 26 જાન્યુઆરી 2022
બુધવાર.
ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ સંસ્થાએ ભ્રષ્ટાચારના દૂષણથી ગ્રસ્ત થયેલા દેશો માટે નવા ‘કરપ્શન પર્સેપ્શન ઇન્ડેક્સ’ની જાહેરાત કરી છે.
આ ઈન્ડેક્સમાં 180 દેશોની યાદીમાં ભારત 85મા નંબરે છે.
આ ઈન્ડેક્સ મુજબ વિશ્વમાં યુરોપના દેશોમાં ભ્રષ્ટાચાર સૌથી ઓછો જોવા મળે છે. તો પાકિસ્તાનમાં ભ્રષ્ટાચારમાં વધારો થયો છે અને તે ૧૬ ક્રમ ગગડીને ૧૪૦મા સ્થાને ધકેલાઈ ગયું છે.
આ યાદીમાં ‘0’થી ‘100’ પોઈન્ટ આપવામાં આવે છે, જેમાં ‘0’ એટલે સૌથી ભ્રષ્ટ અને ‘100’ એટલે સૌથી સ્વચ્છ માનવામાં આવે છે.
વર્લ્ડ બેન્ક અને વર્લ્ડ ઈકોનોમિક ફોરમ જેવી નામાંકિત સંસ્થાઓ પાસેથી મેળવવામાં આવેલી માહિતીના આધારે આ ઈન્ડેક્સ તૈયાર કરાયો છે.
