Site icon

કોરોના ફરી માથું ઉંચકી રહ્યો છે. સળંગ ચોથા દિવસે એક હજારથી વધુ કેસ નોંધાયા. જાણો કયા રાજ્યમાં કેસ વધી રહ્યા છે.જાણો વિગતે

News Continuous Bureau | Mumbai  

દેશમાં ફરી એક વખત કોરોના(Corona virus) માથું ઉંચકી રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં 2541 નવા કેસ નોંધાયા હતા. જેમાં દેશની રાજધાની દિલ્હીમાં(Delhi) કોરોનાના કેસમાં(Covid cases) વધારો થવાની સાથે જ હોમ આઈસોલેશન ના(home isolation) કેસમાં વધારો થયો છે. તો દેશભરમાં એક્ટિવ કેસની(Active case) સંખ્યા 16,000 ને પાર કરી ગઈ છે.

Join Our WhatsApp Community

કોરોના વાયરસ ની ચોથી લહેરની શક્યતા વચ્ચે દેશમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. દિલ્હીની સાથે જ કર્ણાટકમાં પણ કેસમાં કેસમાં વધારો થઈ રહ્યો છે. દેશમાં 11 મી એપ્રિલે કોરોનાના કેસની સંખ્યા 447 હતી, તો 24 મી એપ્રિલના વધીને 2812 પર પહોંચી ગઈ છે. હાલ દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 16,522 થઈ ગઈ છે. દેશમાં 24 કલાક દરમિયાન 30થી વધુ દર્દીના મોત થયા હતા.કોરોના વાયરસના ઓમાઈક્રોનના(Omicron) વેરિયન્ટા સબ વેરિયન્ટના(Subvariant) કેસ વધતા આ સંખ્યામાં ચિંતાજનક રીતે વધારો જોવા મળી રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો : દેશમાં આ લોકો લઈ રહ્યાં છે ત્રીજો ડોઝ. સામાન્ય નાગરીકોમાં રસી પ્રત્યે ઉદાસીનતા. જાણો કેટલા લોકોએ ત્રીદો ડોઝ લીધો. 

નિષ્ણાતો સતત કોરોના ની ચોથી લહેરની(Covid fourth wave) શક્યતાને નકારી રહ્યા છે. પરંતુ છેલ્લા થોડા દિવસથી કેસ વધી રહ્યા છે. કર્ણાટક સરકારે ચોથી લહેરને લઈને ચિંતા વ્યક્ત કરી છે. તેમ જ કોરોના પ્રતિબંધોને(Restriction) પણ લાગુ કરી દીધા છે. માસ્ક પહેરવાથી(Covid masks) લઈને સોશિયલ ડિસ્ટન્સિંગ(Social distancing) રાખવાનું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે.

 

Braving Missiles & Mines: મોત સામે જંગ જીત્યા ભારતીય નાવિકો! હોર્મુઝની ખાડીમાં બારૂદી સુરંગો વચ્ચેથી LPG જહાજ સુરક્ષિત લાવ્યા, દેશભરમાં થઈ રહ્યા છે વખાણ.
Double Whammy for Nainital: નૈનીતાલમાં ‘બ્લેકઆઉટ’: ગેસ સંકટ બાદ વીજળી પણ ગઈ, ૮૦ હજારની વસ્તી પરેશાન; ટૂરિઝમ સેક્ટરને મોટો ઝટકો.
Indore Fire: ઇન્દોરમાં ઈલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ દરમિયાન બ્લાસ્ટ? ભીષણ આગમાં ૭ લોકોના કરૂણ મોત, ૩ માળનું મકાન રાખમાં ફેરવાયું; જાણો સમગ્ર ઘટના
LPG સ્કેમ એલર્ટ: એક ખોટી ક્લિક અને ખાતું ખાલી! ગેસ ગ્રાહકો માટે સાયબર પોલીસની મોટી ચેતવણી; જાણો બચવાના ઉપાયો.
Exit mobile version