કોરોના મહામારીની બીજી લહેરમાંથી બહાર નીકળવામાં ભારત ને સફળતા મળી છે પરંતુ દેશમાં અત્યાર સુધીમાં કોરોનાને લીધે કુલ ચાર લાખ લોકોના મોત થયા છે
આ સાથે જ ભારત વિશ્વમાં 4 લાખ મૃત્યુ ધરાવતો ત્રીજો દેશ બન્યો છે. ભારત પહેલા અમેરિકા અને બ્રાઝિલમાં ચાર લાખથી વધુ દર્દીઓ ના મૃત્યુ થઈ ગયા છે.
અમેરિકા 6.20 લાખ મૃત્યુઆકં સાથે પહેલા ક્રમાંકે છે અને બીજા નંબર પર બ્રાઝિલ આવે છે અને તેનો મૃત્યુઆકં 5.20 લાખ જેટલો થઈ ગયો છે.
ઉલેખનીય છે કે ભારત અમેરિકા અને બ્રાઝિલ ઉપરાંત મેકિસકોમાં બે લાખથી વધુ દર્દીઓના મૃત્યુ થઈ ગયા છે.