કેન્દ્ર સરકારે આંતરરાષ્ટ્રીય કમર્શિયલ ફ્લાઈટ્સની કામગીરીઓ પર મૂકેલું સસ્પેન્શન 31 ઓગસ્ટ સુધી આજે લંબાવી દીધું છે.
ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) દ્વારા આ વિશેનો સર્ક્યૂલર બહાર પાડવામાં આવ્યો છે.
આ પ્રતિબંધ આંતરરાષ્ટ્રીય કાર્ગો ફ્લાઈટ્સને તેમજ ડીજીસીએ દ્વારા વિશેષ રીતે માન્યતા અપાયેલી ફ્લાઈટ્સને પણ લાગુ નહીં પડે.
ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીને કારણે ગત વર્ષે માર્ચમાં ઈન્ટરનેશનલ અને ઘરેલુ યાત્રી ઉડાનો પર રોક લગાવવામાં આવી હતી.
જો કે ઘરેલુ ઉડાનોને મે 2020માં અમુક શરતો સાથે ફરી શરૂ કરવામાં આવી હતી. પણ ડીજીસીએ માર્ચ 2020 બાદથી અનેક વખત ઈન્ડરનેશનલ ફ્લાઈટ પર રોક વધારી ચૂકી છે.
