Site icon

હવે કોરોના ટેસ્ટ વિના પણ આંતરરાજ્ય મુસાફરી કરી શકાશે; કેન્દ્ર સરકારે બહાર પાડી આ નવી માર્ગદર્શિકા, જાણો વિગત…

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૬ મે ૨૦૨૧
ગુરુવાર
ભારતમાં દિવસે-દિવસે કોરોનાના દર્દીઓની સંખ્યા વધી રહી છે. તેનાથી દેશમાં આવેલી ૨૫૦૦ લેબોરેટરી પર કામનું ભારણ વધ્યું છે. તેને પગલે કેન્દ્ર સરકારે હવે તમામ રાજ્ય સરકારોને નવું પરીપત્ર પાઠવ્યું છે. કેન્દ્ર સરકારે આંતરરાજ્ય મુસાફરી માટે નિયમનું ભારણ ઓછું કર્યું છે.
હવે આંતરરાજ્ય મુસાફરી માટે સ્વસ્થ વ્યક્તિએ આરટીપીસીઆર ટેસ્ટ કરાવવાની જરૂર નથી. તે ઉપરાંત હવે કોરોના દર્દીને હોસ્પીટલે ડિસ્ચાર્જ આપ્યા બાદ ફરી કોરોના ટેસ્ટ કરાવવાની આવશ્યકતા નથી. પરિપત્રમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે રેપીડ અથવા આરટીપીસીઆર ટેસ્ટ એકવાર પોઝિટિવ આવ્યા બાદ ફરી ટેસ્ટ કરવાની જરૂર નથી.
ઉલ્લેખનીય છે કે ગુજરાત અને બીજા રાજ્યોએ પોતાની બોર્ડર સીલ કરી હતી અને કોરોનાનો રિપોર્ટ નેગેટિવ હોય તેવી જ વ્યક્તિને રાજ્યમાં પ્રવેશ આપવાની અનુમતિ હતી.

Join Our WhatsApp Community
Braving Missiles & Mines: મોત સામે જંગ જીત્યા ભારતીય નાવિકો! હોર્મુઝની ખાડીમાં બારૂદી સુરંગો વચ્ચેથી LPG જહાજ સુરક્ષિત લાવ્યા, દેશભરમાં થઈ રહ્યા છે વખાણ.
Double Whammy for Nainital: નૈનીતાલમાં ‘બ્લેકઆઉટ’: ગેસ સંકટ બાદ વીજળી પણ ગઈ, ૮૦ હજારની વસ્તી પરેશાન; ટૂરિઝમ સેક્ટરને મોટો ઝટકો.
Indore Fire: ઇન્દોરમાં ઈલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ દરમિયાન બ્લાસ્ટ? ભીષણ આગમાં ૭ લોકોના કરૂણ મોત, ૩ માળનું મકાન રાખમાં ફેરવાયું; જાણો સમગ્ર ઘટના
LPG સ્કેમ એલર્ટ: એક ખોટી ક્લિક અને ખાતું ખાલી! ગેસ ગ્રાહકો માટે સાયબર પોલીસની મોટી ચેતવણી; જાણો બચવાના ઉપાયો.
Exit mobile version