Site icon

જમ્મુ-કાશ્મીરમાં આગામી વર્ષે યોજાશે વિધાનસભા ચૂંટણી- જમ્મુના ડે- કમિશનરે વોટર રજીસ્ટ્રેશન માટે બહાર પાડ્યો આ આદેશ

News Continuous Bureau | Mumbai

જમ્મુ અને કાશ્મીરમાં(Jammu and Kashmir) આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી(Assembly elections) યોજાઈ શકે છે અને આગામી એક મહિનામાં મતદાર સૂચિનું(Electoral Roll) કામ પૂરું થવાની શક્યતા છે. આ બધા વચ્ચે જમ્મુના ડેપ્યુટી કમિશનર(Jammu Deputy Commissioner) અવની લવાસાએ(Avani Lavasa) વોટર રજીસ્ટ્રેશન(Water Registration) માટે નવો આદેશ બહાર પાડ્યો છે અને તમામ તહસીલદારોને નવા વોટર્સના રજિસ્ટ્રેશન અંગે આદેશ આપ્યો છે. ડેપ્યુટી કમિશનર અવની લવાસાએ પોતાના આદેશમાં તમામ તહસીલદારોને(all Tehsildars) કહ્યું છે કે એક વર્ષથી વધુ સમયથી જમ્મુ જિલ્લામાં રહેતા લોકોને મતદાર તરીકે રજીસ્ટ્રેશન માટે વેરીફાય કરવા. આ આદેશ મુજબ એક વર્ષથી વધુ સમયથી રહેતા લોકો નવા વોટર તરીકે રજિસ્ટર કરાશે અને જો કોઈ બહારની વ્યક્તિ પણ એક વર્ષથી વધુ સમય સુધી જમ્મુમાં રહેતો હોય તો તેને મતદારનો અધિકાર મળી શકે છે. ચૂંટણી પંચ(Election Commission) દ્વારા બહાર પડાયેલા દિશા નિર્દેશ મુજબ એક વર્ષ માટે પાણી/ વીજળી/ ગેસ કનેક્શન/ આધાર કાર્ડ, રાષ્ટ્રીયકૃત/ અનુસૂચિત બેંક/ પોસ્ટ ઓફિસની હાલની પાસબુક, ભારતીય પાસપોર્ટ, રાજસ્વ વિભાગનું કિસાન વહીખાતું સહિત ભૂમિ સ્વામિત્વ રેકોર્ડ(Land ownership records), રજિસ્ટર્ડ રેન્ટ/લીઝ ડીડ(Registered Rent/Lease Deed) (ભાડુઆત મામલે) અને પોતાના ઘરના કેસમાં રજિસ્ટર્ડ સેલ ડીડનો ઉપયોગ કરીને કોઈ પણ વોટર તરીકે રજીસ્ટ્રેશન કરાવી શકે છે. જમ્મુમાં પણ તેમાંથી કોઈ પણ દસ્તાવેજ રહેઠાણના પ્રમાણ તરીકે સ્વીકાર થઈ શકે છે. બીજી બાજુ ડેપ્યુટી કમિશનર અવની લવાસાના આદેશનો વિરોધ પણ શરૂ થઈ ગયો છે. નેશનલ કોન્ફરન્સે વિરોધ નોંધાવતા કહ્યું કે મોદી સરકાર ૨૫ લાખ બિનસ્થાનિક લોકોને વોટર લિસ્ટનો ભાગ બનાવવાની છે અને તે માટે જ કવાયત થઈ રહી છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો :  દેશને આગામી મહિને મળશે 50મા મુખ્ય ન્યાયાધીશ – CJI યૂયૂ લલિતે મુખ્ય ન્યાયાધીશ તરીકે સરકારને આ વ્યક્તિની કરી ભલામણ

Uttarakhand Disaster: ઉત્તરાખંડના સહસ્ત્રધારા માં ફાટ્યું વાદળ, રમકડાંની જેમ તણાઈ કાર, જાણો ક્યાં થયું કેટલું નુકશાન
Dog punishment: હવે માણસ ની જેમ કુતરાઓ ને પણ થશે આવી સજા, ઉત્તર પ્રદેશ સરકારે લીધો અનોખો નિર્ણય
Waqf Act: વક્ફ કાયદો: સવારે મુસ્લિમ પક્ષ જીતનો દાવો કરતો હતો, પરંતુ વાર્તા તો કઈ અલગ જ નીકળી, જાણો સમગ્ર મામલો
Supreme Court: સુપ્રીમ કોર્ટે વનતારા કેસની સુનાવણી દરમિયાન કરી મહત્વપૂર્ણ ટિપ્પણી, હાથી રાખવા ને લઈને કહી આવી વાત
Exit mobile version