News Continuous Bureau | Mumbai
દેશની વધી રહી વસ્તીએ કેન્દ્ર સરકારની(Central Government) ચિંતા વધારી મૂકી છે. તેથી સરકાર વસ્તી નિયંત્રણનો(Population control) કાયદો લાવવાની ફિરાકમાં હોવાનું જાણવા મળ્યું છે.
છત્તીસગઢની(Chhattisgarh) રાજધાની રાયપુરમાં(Raipur) ગરીબ કલ્યાણ સંમેલનમાં(Poor welfare convention) કેન્દ્રીય ફૂડ પ્રોસેસિંગ મંત્રી(Union Minister for Food Processing) પ્રહલાદ પટેલે(Prahlad Patel) એક મહત્વની જાહેરાત કરી છે. મંત્રી પ્રહલાદ સિંહ પટેલે મંગળવારે દાવો કર્યો હતો કે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં દેશમાં વસ્તી નિયંત્રણ માટે બિલ લાવશે.
આ કાર્યક્રમ દરમિયાન પ્રહલાદ સિંહ પટેલે કહ્યું હતું કે આજે સૌથી મોટી સમસ્યા વસતી વધારો છે. જે હદે ભારતમાં વસ્તી વધી રહી છે તે જોતા આગામી સમયમાં દેશમાં ક્યાંય પગ મૂકવાની જગ્યા નહીં રહે. આવી સ્થિતિમાં સૌથી તાકીદની જરૂર વસતી નિયંત્રણનો કાયદો લાવવાની છે.
આ સમાચાર પણ વાંચો : સર્વેક્ષણમાં મોદી સરકાર અવ્વલ નંબરે -સરકારની લોકપ્રિયતા ઉત્તરોઉત્તર વધી
ભારતમાં વસ્તી નિયંત્રણનો કાયદો લાવવાની તાતી જરૂર છે અન્યથા બાજી બગડવાનું નક્કી છે. સરકારે પણ હવે આ દિશામાં વિચારવાનું શરૂ કર્યું છે. જનસંખ્યા નિયંત્રણ બિલ જલદી આવશે તેથી ચિંતા કરવાની જરૂર નથી. બહુ જલદી આ મોટો અને મહત્વનો નિર્ણય આવશે એવું પણ પ્રહલાદ સિંહ પટેલે કાર્યક્રમમાં કહ્યું હતું.
