News Continuous Bureau | Mumbai
ત્રણ તલાક(Tripal Talak)ને ગેરકાયદે અને ગેરબંધારણીય ગણાવનારી પાંચ જજોની બેન્ચમાં સામેલ જજ યુ.યુ. લલિત(Judge U.U. Lalit) દેશના 49મા ચીફ જસ્ટિસ(CJI) બનશે.
વર્તમાન ચીફ જસ્ટિસ એન.વી.રમના(NV Ramanna)એ તેમના નામનો પ્રસ્તાવ સરકાર(Govt)ને મોકલી આપ્યો છે.
જસ્ટિસ રમનાનો કાર્યકાળ 26 ઓગસ્ટે પૂરો થશે. લલિત 27 ઓગસ્ટે શપથ લેશે અને ચાલુ વર્ષે 8 નવેમ્બરે તે સેવાનિવૃત્ત પણ થઈ જશે.
જસ્ટિસ લલિત દેશના 49મા ચીફ જસ્ટિસ હશે અને તેમનો કાર્યકાળ ત્રણ મહિનાથી પણ ઓછા સમયનો હશે.