Site icon

ચોમાસું 2022: દેશમાં આ વર્ષે કેટલો વરસાદ પડશે? ભારતીય હવામાન વિભાગે કરી મોટી આગાહી, જાણી લો પૂર્વાનુમાન.. 

Rain in Miraroad

મુંબઈ અને તેના નજીકના વિસ્તારમાં ગડગડાટ, મીરા રોડમાં છુટા છવાયા ઝાપટા પડ્યા.

News Continuous Bureau | Mumbai

દેશના નાગરિકો અને ખેડૂતો માટે સારા સમાચાર છે. ભારતીય હવામાન વિભાગે(India Meteorological Department) પ્રથમ ચોમાસાની આગાહી જાહેર કરી છે. હવામાન વિભાગ(IMD)ના મતે આ વર્ષે દેશમાં સામાન્ય વરસાદ(Rain)ની અપેક્ષા છે. આ વર્ષે દેશમાં સારો વરસાદ થવાની સંભાવના હોવાથી ખેડૂતોને થોડી રાહત મળશે. ખેડૂતો(Farmers) માટે આ આશ્વાસન જનક સમાચાર છે કારણ કે દેશમાં આ વર્ષે સરેરાશ 99 ટકા વરસાદ પડશે. 

Join Our WhatsApp Community

મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ, ભારતીય હવામાન વિભાગે (India Meteorological Department) આજે જૂનથી સપ્ટેમ્બર(June to September) સુધી વરસાદની આગાહી કરી છે. આ ભારતીય હવામાન વિભાગ નું પ્રથમ અનુમાન છે. આ આગાહી ખેડૂતો માટે સારા સમાચાર લઈને આવી છે. કુલ વરસાદનો લગભગ 74% જૂન અને સપ્ટેમ્બર વચ્ચે પડે છે. તે માત્ર ખેડૂતો માટે જ નહીં પરંતુ તમામ નાગરિકો માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સારા વરસાદની આગાહીથી ખેડૂતોએ રાહત અનુભવી છે. કારણ કે છેલ્લા બે વર્ષથી સમગ્ર વિશ્વ કોરોના મહામારી(Covid pandemic)નો સામનો કરી રહ્યું છે. હવે જોખમ થોડું ઓછું થયું છે. ખેડૂતો માટે આ સારા સમાચાર છે કારણ કે વધતી જતી મોંઘવારી, વધતું તાપમાન અને સમાન વરસાદથી પરિસ્થિતિ સુધરશે.

આ સમાચાર પણ વાંચો : વિદ્યાર્થીઓ આનંદો.. હવે એક સાથે બે ડીગ્રી લેવાની ઈચ્છા ધરાવનાર વિદ્યાર્થીઓને છુટ મળી… જાણો નવો કાયદો…

ચોમાસું દેશના અર્થતંત્ર(economy) માટે મહત્વપૂર્ણ છે. તે ગ્રામીણ અર્થતંત્રની કરોડરજ્જુ છે. પરંતુ કોર્પોરેટથી માંડીને શહેરવાસીઓ પર પણ તેની ઊંડી અસર પડે છે. તે મુજબ આજે ભારતીય હવામાન વિભાગ દ્વારા જારી કરાયેલી આગાહી મહત્વપૂર્ણ માનવામાં આવે છે.  

ઉલેખનીય છે કે માત્ર બે દિવસ પહેલા, એક ખાનગી હવામાન નિરીક્ષક સ્કાયમેટ(Skymet) આગાહી કરી હતી કે આ વર્ષે, ચોમાસું(Monsoon) સામાન્ય રહેવાની ધારણા છે. અંદાજ મુજબ, ચોમાસું (જૂનથી સપ્ટેમ્બર) સમગ્ર દેશમાં સરેરાશ કરતાં 98 ટકા વધુ રહેવાની ધારણા છે. તેમાં પાંચ ટકાથી વધુ કે ઓછાનો એરર માર્જિન છે. સ્કાયમેટે અગાઉ 21 ફેબ્રુઆરીએ ચોમાસાની આગાહી જાહેર કરી હતી જેમાં જણાવ્યું હતું કે આ વર્ષનું ચોમાસું સામાન્ય રહેશે.

આ સમાચાર પણ વાંચો : મેક ઈન ઈન્ડિયા ઝીંદાબાદ, પહેલીવાર ભારતમાં મેડ ઈન ઈન્ડિયા વિમાન ઉડ્યું. મુખ્યમંત્રી સહિત કેન્દ્રીય નેતાઓ રહ્યાં હાજર. ભારત માટે ગર્વની વાત…

Bullet Train: બાંદ્રા કુર્લા બુલેટ ટ્રેન સ્ટેશન પર ખોદકામનું કામ અંતિમ તબક્કામાં,NHSRCL એ કરી જાહેરાત
Viral Video: ‘દીકરી લંડન જઈને ભૂલી ગઈ’, 80 વર્ષના માતા-પિતા ને કરવું પડે છે આવું કામ, વૃદ્ધ દાદા નો સંઘર્ષ જોઈને આંખમાં આવશે પાણી.
SSK Bharat: ‘આત્મનિર્ભર’ અને ‘વિશ્વગુરુ’ ભારતનું નિર્માણ એક નવીન બિઝનેસ મોડેલ સાથે આગળ વધી રહેલી કંપની
Bank scam: બેંકમાં મોટું કૌભાંડ! અધધ આટલા ખાતામાંથી થઇ કરોડો રૂપિયાની ઉચાપત, ED એ મુંબઈના અધિકારીની કરી ધરપકડ.
Exit mobile version