Site icon

લો બોલો- વરસાદ છે કે જવાનું નામ લેતો નથી- આ મહિના સુધી ચાલુ રહેશે મેઘરાજાની બેટીંગ  

Rain in Konkan including Mumbai, Thane; Relief from heat in some areas due to cyclone, waiting for Vidarbha

Rain in Konkan including Mumbai, Thane; Relief from heat in some areas due to cyclone, waiting for Vidarbha

News Continuous Bureau | Mumbai

વાતાવરણમાં(environment) થઈ રહેલા ફેરફારને કારણે વિદેશમાં જેમ ગમે ત્યારે વરસાદ પડે તેવી હાલત ભારતની થઈ ગઈ છે. વરસાદ(Rainfall) છે કે જવાનુ નામ જ લેતો નથી. તેમાં હવે હવામાન નિષ્ણાતોએ(Weather experts) ડિસેમ્બર સુધી ઓછા-વધતા પ્રમાણમાં વરસાદ પડતો રહેશે એવો અંદાજો વ્યક્ત કર્યો છે. એટલું જ નહીં પણ અમુક જગ્યાએ તો વાદળ ફાટવાની પણ શક્તતા વ્યક્ત કરી  છે. તો અમુક ઠેકાણે અતિવૃષ્ટિ તો અમુક ઠેકાણે માવઠા પડવાની પણ શક્યતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

Join Our WhatsApp Community

છેલ્લા થોડા વર્ષથી ત્રણેય મોસમોની(three seasons) સમય મર્યાદા બદલાઈ રહી છે. મોડેથી ચાલુ થયેલો વરસાદ લંબાઈ રહ્યો છે. શિળાયો(Winter) અને ઉનાળાની(Summer) મોસમની મુદત ઘટી રહી છે. શિયાળામાં ઠંડી અને ઉનાળામાં ગરમી વધી રહી છે.  જુલાઈ મહિનામાં ચોમાસુ ચાલુ થઈને ડિસેમ્બર સુધી લંબાઈ જાય એવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે.

આ સમાચાર પણ વાંચો : મોદી સરકારે DBTનો રેકોર્ડ બનાવ્યો- અત્યાર સુધીમાં જરૂરિયાતમંદોના બેંક ખાતામાં નાખ્યા અધધ- આટલા ખરબ રૂપિયા- આંકડો જાણીને આંખો થઇ જશે પહોળી

મોસમમાં થઈ રહેલા આવા ફેરફારને કારણે ખેતીના પાકને નુકસાન થઈ રહ્યું છે.ભવિષ્યમાં પણ અમુક વિસ્તારમાં અતિવૃષ્ટિ(Heavy rain) તો અમુક વિસ્તારમાં ઓછો વરસાદ એવું વિષમ વાતાવરણ જોવા મળી શકે છે.

છેલ્લા 15 દિવસથી ભારત સહિત અનેક દેશમાં વાદળ ફાટવાના બનાવ બની રહ્યા છે. તો ઉત્તર પ્રદેશ(Uttar Pradesh) અને બિહારમાં(Bihar)  ક્ક્ત 60 ટકા વરસાદ પડ્યો છે. તો મહારાષ્ટ્રના છેલ્લા થોડા દિવસથી મૂશળધાર વરસાદ(Heavy rainfall) પડી રહ્યો છે. ચોમાસામાં થઈ રહેલા ફેરફારને કારણે લાંબા ગાળાનો અચૂક અંદાજો વ્યક્ત કરવાનું મુશ્કેલ થઈ ગયું હોવાનું નિષ્ણાતોનું કહેવું છે. આવી પરિસ્થિતિ ફક્ત ભારતમાં જ નહીં પણ વિશ્વના અનેક દેશોમાં જોવા મળી રહી છે.
 

Nitish Kumar Cabinet: બિહારમાં મંત્રીમંડળની રચના: કયા પક્ષના કેટલા નેતાઓએ શપથ લીધા? નીતિશ સરકારની નવી ટીમના ચહેરા સામે આવ્યા
Nitish Kumar: ઘર, જમીન, ગાડીઓ… નીતિશ કુમાર, સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હાની કુલ સંપત્તિ કેટલી? જાણો કોણ છે વધુ ધનવાન
Al-Falah University: આતંકવાદ સાથે જોડાણ: અલ-ફલાહ યુનિવર્સિટીનો આ વિદ્યાર્થી અમદાવાદ, જયપુર અને ગોરખપુરમાં કરાવી ચૂક્યો છે ધમાકા
Aadhaar Card: આધાર કાર્ડમાં થશે મોટો ફેરફાર? ફોટોકોપીના દુરુપયોગને રોકવા માટે UIDAI નો મોટો નિર્ણય
Exit mobile version