Site icon

આ મહત્વપૂર્ણ પદ પરથી સોનિયા ગાંધી આપશે રાજીનામું અને શરદ પવાર વિરાજમાન થશે-રાજનૈતિક હલચલ તેજ-જાણો વિગત

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં(Maharashtra) મહાવિકાસ આઘાડીની(Mahavikas Aghadi) સરકાર તૂટી પડ્યાં બાદ સિનિયર નેતા(Senior leader) શરદ પવાર(Sharad Pawar) હવે કદાચ દિલ્હી(Delhi) તરફ પોતાનો મોર્ચો વાળે એવી શક્યતા છે. રાજકીય સ્તરે(political level) ચાલી રહેલી ચર્ચા મુજબ તેઓએ હવે યુનાઈટેડ પ્રોગ્રેસીવ અલાયન્સ (UPA)ના અધ્યક્ષ તરફ પદ સ્વીકારવા બાબત મન વાળ્યું હોવાનું માનવામાં આવે છે.

Join Our WhatsApp Community

કોંગ્રેસ(Congress) અધ્યક્ષ સોનિયા ગાંધી(Sonia Gandhi) નાદુરસ્ત તબિયતને પગલે UPAનું અધ્યક્ષ પદ છોડવા માગે છે અને તેઓ શરદ પવારને સિનિયર નેતાઓ હોઈ તેનું સુકાન સંભાળી લે એવી અનેક વખત રજૂઆત કરી ચૂક્યા હોવાનું કહેવાય છે. 

આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્ર-ગુજરાતમાં આજે પણ મેઘરાજા ધડબડાટી બોલાવશે- બંને રાજ્યોના આ જિલ્લાઓ માટે જાહેર કર્યું રેડ એલર્ટ- જાણો બીજા કયા રાજ્યોમાં પડશે વરસાદ

કોંગ્રેસના સૂત્રોના કહેવા મુજબ સોનિયા ગાંધી UPAની જવાબદારી સંભાળી લેવાની અનેક વખત શરદ પવારને રજૂઆત કરી ચૂક્યા છે. જોકે શરદ પવારનું મન મહારાષ્ટ્રમાં જ હોવાથી તેઓ જવાબદારી સ્વીકારવા તૈયાર થતા નહોતા. જોકે વિરોધપક્ષ તરીકે મહત્વના મુદ્દાઓ પર તેઓ સક્રિય ભાગ લેતા હોય છે.

બહુ જલદી ચોમાસું અધિવેશન(Monsoon session) ચાલુ થવાનું છે. તેથી પવાર હવે મુંબઈને બદલે દિલ્હી તરફ પોતાનો રૂખ વાળશે એવું માનવામાં આવે છે. 
 

Rajya Sabha Election 2026: મોટો પલટવાર! રાજ્યસભામાં વિપક્ષી ગઢમાં ગાબડું? લાલુ, ઉદ્ધવ અને પવાર માટે પ્રતિષ્ઠાનો જંગ; જાણો કોની ખુરશી જોખમમાં.
Jio Frames AI Glasses: સ્માર્ટફોનનો જમાનો જશે? જિયોના એઆઈ ગ્લાસમાં છુપાયેલા છે એવા ફીચર્સ જેની તમે કલ્પના પણ નહીં કરી હોય; જુઓ આ વાયરલ ગેજેટ
Cashless Toll Plaza: 1 એપ્રિલથી ટોલ પ્લાઝા સંપૂર્ણ કેશલેસ: હવે રોકડ વ્યવહાર બંધ, માત્ર ફાસ્ટેગ અથવા UPIથી જ ચૂકવણી થશે.
Jio New Plan: ₹365માં ડેટા, કોલિંગ અને ફ્રી OTT; જાણો વેલિડિટી અને ફાયદાની સંપૂર્ણ વિગત.
Exit mobile version