News Continuous Bureau | Mumbai
ભારતીય જનતા પાર્ટી(BJP) અને વિપક્ષે(Opposition) રાષ્ટ્રપતિની ચૂંટણી(Presidential election) માટે પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી (BJP) એ NDA તરફથી ઓડિશાના(Odisha )આદિવાસી મહિલા નેતા(tribal women leader) અને ઝારખંડના(Jharkhand) પૂર્વ રાજ્યપાલ દ્રૌપદી મુર્મુ(Former Governor Draupadi Murmu) પર દાવ રમ્યો છે.
સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ દ્રૌપદી મુર્મુ 25 જૂનના પોતાનું નોમિનેશન ફાઈલ કરી શકે છે. આ માટે ભાજપે તેના તમામ વરિષ્ઠ નેતાઓ અને કેન્દ્રીય મંત્રીઓને(Union Ministers) 24 અને 25 તારીખે દિલ્હીમાં જ રહેવાની સૂચના આપી છે. દ્રૌપદી મુર્મુ છ વર્ષ અને એક મહિના સુધી ઝારખંડના રાજ્યપાલ તરીકે સેવા આપી ચૂક્યા છે.
રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને, વિપક્ષે ઉમેદવાર તરીકે યશવંત સિંહાના (Yashwant Sinha) નામની જાહેરાત કરી છે. યશંવત સિંહા બે વખત કેન્દ્રીય નાણામંત્રી(Union Finance Minister) રહી ચૂક્યા છે. પહેલી વખત તેઓ 1990માં ચંદ્રશેખરની સરકારમાં અને પછી અટલ બિહારી વાજપેયીની(Bihari Vajpayee) સરકારમાં નાણામંત્રી હતા. તેઓ વાજપેયી સરકારમાં વિદેશ મંત્રી(Foreign Minister) પણ રહી ચૂક્યા છે.
રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન(Voting) કરનારા આ રાજકીય જોડાણોની તાકાત વિશે જોઈએ તો કોંગ્રેસના(Congress) નેતૃત્વ હેઠળના યુપીએ(UP) ગઠબંધન પાસે હાલમાં લગભગ 23 ટકા વોટ છે, જ્યારે એનડીએ ગઠબંધન પાસે લગભગ 49 ટકા વોટ છે, જે યુપીએ કરતા બમણાથી વધુ છે. આવી સ્થિતિમાં યુપીએની હરીફાઈમાં ભાજપને મોટી લીડ છે, પરંતુ જો વિપક્ષો સાથે મળીને ઉમેદવાર ઉભા રાખે છે અને દેશના તમામ પ્રાદેશિક પક્ષો(Regional parties) તેમને સમર્થન આપે છે, તો ભાજપના ઉમેદવાર માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે, કારણ કે જો તમામ ભાજપ વિરોધી પક્ષો એક થાય છે, તો તેમની પાસે એનડીએ કરતા બે ટકા વધુ મત છે, એટલે કે લગભગ 51 ટકા મત છે. આથી જ ભાજપ હાઈકમાન્ડે(Highcomand) બે ટકા મતોના આ અંતરને પૂરવાના મિશનમાં શરૂઆત કરી હોવાનું કહેવાય છે.
આ સમાચાર પણ વાંચો : દેશને મળશે પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ- ભાજપના પક્ષપ્રમુખ જેપી નડ્ડાએ કરી આ નામની જાહેરાત
એનડીએની તરફેણમાં 440 સાંસદો છે જ્યારે યુપીએ પાસે લગભગ 180 સાંસદો છે, ઉપરાંત તૃણમૂલ કોંગ્રેસના 36 સાંસદો છે. TMC સામાન્ય રીતે વિપક્ષના ઉમેદવારને સમર્થન આપે છે. અંદાજ મુજબ, NDA પાસે કુલ 10,86,431માંથી લગભગ 5,35,000 વોટ છે. આમાં તેના સાથી પક્ષો સાથે તેના સાંસદોના સમર્થન સાથે 3,08,000 મતોનો સમાવેશ થાય છે.
રાજ્યોમાં ભાજપને ઉત્તર પ્રદેશમાંથી 56,784 મતો છે, જ્યાં તેની પાસે 273 ધારાસભ્યો છે. ઉત્તર પ્રદેશમાં દરેક ધારાસભ્યને સૌથી વધુ 208 વોટ છે. રાજ્યોમાં, NDA બિહારમાં તેનો બીજો સૌથી વધુ વોટ શેર મેળવશે જ્યાં, 127 ધારાસભ્યો સાથે, તેને 21,971 મત મળશે કારણ કે દરેક ધારાસભ્ય પાસે 173 મત છે. તે પછી 18,375 મતો સાથે મહારાષ્ટ્ર બીજા ક્રમે છે, જ્યાં તેની પાસે 105 ધારાસભ્યો અને પ્રત્યેક 175 મત છે. યુપીએ પાસે સાંસદોના 1.5 લાખથી વધુ વોટ છે અને આ સંખ્યાની આસપાસ તેને ધારાસભ્યોના વોટ પણ મળશે. ભૂતકાળની કેટલીક ચૂંટણીઓમાં પણ વિપક્ષના ઉમેદવારને ત્રણ લાખથી ઓછા મત મળ્યા છે. આ વખતે દરેક સાંસદના વોટની કિંમત 700 હશે. અગાઉ તે 708 હતો.
આ સમાચાર પણ વાંચો : યશવંત સિંહા બન્યા વિપક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર-મમતા દીદીના પ્રસ્તાવને 19 પક્ષોની સહમતિ- આ તારીખે દાખલ કરશે નોમિનેશન