Site icon

મલ્લિકાર્જૂન ખડગે કોંગ્રેસ અધ્યક્ષ તો બની ગયા પણ ક્યારે ધારણ કરશે હોદ્દો- સુરજેવાલાએ કર્યો આ ખુલાસો

News Continuous Bureau | Mumbai

દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી કોંગ્રેસને(Political party Congress) આખરે 24 વર્ષ બાદ ગાંધી પરિવાર(Gandhi family) બહારના અધ્યક્ષ મળ્યા છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી(Election of National President) મલ્લિકાર્જૂન ખડગે(Mallikarjun Khadge) જીત્યા છે. આ જીત સાથે મલ્લિકાર્જૂન ખડગે કોંગ્રેસના નવા અધ્યક્ષ બની ગયા છે. અધ્યક્ષ બન્યા બાદ ખડગેએ રણદીપ સુરજેવાલા(Randeep Surjewala) અને પાર્ટીના બીજા એક નેતા સાથે પ્રેસ કોન્ફરન્સ(Press conference) યોજી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં રણદીપ સુરજેવાલાએ કહ્યું કે નવા અધ્યક્ષ ખડગેએ 26 ઓક્ટોબરે અધ્યક્ષ તરીકે શપથ લેશે. 

Join Our WhatsApp Community

દરમિયાન કોંગ્રેસના ચૂંટાયેલા અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે આપણે બધાએ પાર્ટીના કાર્યકરોની જેમ કામ કરવાનું છે, પાર્ટીમાં કોઈ મોટું કે નાનું નથી. સાંપ્રદાયિકતાની આડમાં લોકતાંત્રિક સંસ્થાઓ પર હુમલો કરનારા ફાસીવાદી શક્તિઓ સામે આપણે એક થઈને લડવું પડશે. 

આ સમાચાર પણ વાંચો : દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસને મળ્યા નવા અધ્યક્ષ- આખરે 24 વર્ષ બાદ ગાંધી પરિવાર બહારના આ વ્યક્તિના હાથમાં આવ્યું સુકાન

મલ્લિકાર્જૂન ખડગે સામે અધ્યક્ષ પદની ચૂંટણી હારનાર નેતા શશી થરુરે(Shashi Tharror) કહ્યું કે, ખડેગેની જીત કોઈ નાની જીત નથી, આખી કોંગ્રેસ પાર્ટીની જીત છે.

Mahadev betting app: મહાદેવ એપ કેસમાં મોટો વળાંક: સર્વોચ્ચ અદાલતનો ED ને કડક નિર્દેશ, હવે શું કાર્યવાહી થશે?
Rahul Gandhi: રાહુલ ગાંધીના ‘H-Bomb’ બાદ હંગામો: ઇન્ટરનેટ યુઝર્સે શોધી કાઢી ‘સ્વીટી’, બ્રાઝિલિયન મોડેલે આખા મામલે શું કહ્યું?
CJI Bhushan Gavai: નવી ઇમારત જોઈ CJI લાલઘૂમ! બોમ્બે હાઈકોર્ટ પર કટાક્ષ: ‘આ ન્યાયનું મંદિર છે, કોઈ ૭ સ્ટાર હોટેલ નહીં…’, વિવાદનો વંટોળ
Lucknow Assembly: લખનઉમાં SIR પ્રક્રિયા: ૯ વિધાનસભા બેઠકોની મતદાર યાદી સુધારણા શરૂ, ચૂંટણી પહેલા કઈ બેઠક પર કોનું વર્ચસ્વ વધશે?
Exit mobile version