Site icon News Continuous Bureau | Mumbai

કોંગ્રેસને મળશે નવા અધ્યક્ષ- રાહુલ ગાંધી પોતાની વાત પર અડગ- હવે આ વ્યક્તિ બની શકે છે પાર્ટીના અધ્યક્ષ

News Continuous Bureau | Mumbai

કોંગ્રેસ(Congress) પ્રમુખ પદની ચૂંટણી(Presidential election) જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ સમગ્ર ચિત્ર સ્પષ્ટ થતું જોવા મળી રહ્યું છે. છેલ્લા ઘણા દિવસોથી પ્રમુખ પદની ઉમેદવારી(Candidacy for the post of President) અંગે રાજકીય વર્તુળમાં(political circle) વિવિધ ચર્ચાઓ ચાલી રહી છે. જોકે, ધીમે ધીમે ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે. 

Join Our WhatsApp Channel

મીડિયા રિપોર્ટ્સ મુજબ, રાજસ્થાનના મુખ્યમંત્રી(Chief Minister of Rajasthan) અશોક ગેહલોતે(Ashok Gehlot) એલાન કર્યું છે કે તેઓ ચૂંટણી લડવા જઈ રહ્યાં છે. અશોક ગેહલોતે કહ્યું કે હું ચૂંટણી લડીશ એ નક્કી છે અને આગામી સમયમાં નામાંકન ભરીશ, દેશની હાલની જે પરિસ્થિતિ છે તેને જોતાં વિપક્ષ ખૂબ મજબૂત હોવો જરૂરી છે.

આ સમાચાર પણ વાંચો : PM-CARES Fund – રતન ટાટા સહિત ઘણા દિગ્ગજ લોકો ટ્રસ્ટી બન્યા 

દરમિયાન અશોક ગેહલોતે ચૂંટણી લઈને ગાંધી પરિવારની(Gandhi family) ભૂમિકા પર પણ ખુલાસો કર્યો હતો, તેમણે કહ્યું મેં ઘણીવાર રાહુલ ગાંધીને(Rahul Gandhi) અધ્યક્ષ બનવા માટે પ્રસ્તાવ આપ્યો હતો પણ તેમણે સ્પષ્ટ કરી દીધું છે કે ગાંધી પરિવારમાંથી કોઈ જ ચૂંટણી લડશે નહીં.

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના અધ્યક્ષ પદની ચૂંટણી માટે આજે જાહેરનામું બહાર પાડી દેવાયું છે. આ સાથે જ દેશના સૌથી જૂના રાજકીય પક્ષનું સર્વોચ્ય પદ સંભાળનારી વ્યક્તિને પસંદ કરવા માટેની ચૂંટણી પ્રક્રિયા સત્તાવાર રીતે શરૂ થઈ ગઈ છે.

Cockroach Protest Farmer March Delhi ‘કોકરોચ આંદોલન’ વચ્ચે ખેડૂતોની દિલ્હી કૂચ શંભુ બોર્ડર પર ભારે તંગદિલી, સુરક્ષાચક્ર મજબૂત કરાયું
PM Modi NEET Paper Leak Statement NEET પેપર લીક પર PM મોદીનું મોટું નિવેદન દોષિતો સામે થશે કડક કાર્યવાહી, ભવિષ્ય માટે બનશે ફૂલપ્રૂફ સિસ્ટમ
Diljit Dosanjh Student Lathicharge દિલજીત દોસાંઝે ચડાવી બાંયો વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જથી ભડક્યો ગાયક, કહ્યું “હું શાંત નહીં બેસું”
Delhi CJP March Violence દિલ્હીમાં CJPના ‘સંસદ માર્ચ’ દરમિયાન ભારે હિંસા પોલીસકર્મીઓ ઘાયલ, કનોટ પ્લેસ અને પાર્લામેન્ટ સ્ટ્રીટમાં FIR નોંધાઈ
Exit mobile version