ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 14 ઑગસ્ટ, 2021
શનિવાર
દેશમાં રસી લગાવ્યા બાદ પણ અઢી લાખ લોકો કોરોના સંક્રમણના શિકાર થયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના સૂત્રો અનુસાર અત્યાર સુધી દેશભરમાં કુલ 2 લાખ 58 હજાર 560 લોકોમાં બ્રેથ્રૂ ઇન્ફેક્શન થયું છે. જેમાં રસીના પ્રથમ ડોઝ બાદ 1 લાખ 71 હજાર 511 અને બીજા ડોઝ બાદ 87 હજાર 49 લોકોમાં બ્રેકથ્રૂ ઇન્ફેક્શન થયું છે.
દેશના રસીકરણ અભિયાનમાં સામેલ ત્રણેય રસી કોવિશીલ્ડ, કોવેક્સીન અને સ્પૂતનિકમાં બ્રેકથ્રૂ ઇન્ફેક્શન કેસ સામે આવ્યા છે.
આ ત્રણેય રસીમાં પ્રથમ અને બીજા ડોઝ બાદ પણ બ્રેકથ્રૂ ઇન્ફેક્શનના કેસ સામે આવ્યા છે. કુલ રસીના 0.048% બ્રેકથ્રૂ ઇન્ફેક્શન અત્યાર સુધી રિપોર્ટ થયો છે.
અફઘાનિસ્તાનમાં હાલત બગડી! ભારત-અમેરિકા સહિત 12 દેશો કર્યું આ મોટું એલાન…. જાણો વિગત…
