Site icon

સરકાર નો દાવો : ઓમિક્રોન વાઈરસનો એકપણ કેસ ભારતમાં હજુ સુધી નથી આવ્યો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 01 ડિસેમ્બર 2021    

Join Our WhatsApp Community

બુધવાર 

કોરોના વાઇરસનો નવો ઓમિક્રોન વેરિયન્ટ વધારે ચેપી હોવાની આશંકાની સાથે તે કેટલાય દેશોમાં ઝડપથી ફેલાયેલો હોવાના પગલે કેન્દ્રે જાેખમી દેશોમાંથી આવતા પ્રવાસીઓ માટે આકરી ગાઇડલાઇન્સ જારી કરી છે. તેની સાથે રાજ્યોને પણ ટેસ્ટિંગ અને સરવેલન્સની વધારવા અને આરોગ્યના મોરચે અપડેટ થવા જણાવ્યું છે.  કર્ણાટકના આરોગ્યપ્રધાન કે. સુધાકરે જણાવ્યું હતું કે બેંગ્લુરૂમાં સાઉથ આફ્રિકાથી આવેલા બેમાંથી એક વ્યક્તિના સેમ્પલ ડેલ્ટા વેરિયન્ટથી અલગ છે. તેમણે જણાવ્યું હતું કે તેઓ હાલમાં સત્તાવાર રીતે કશું કહી શકે તેમ નથી. તેઓ આઇસીએમઆરના સંપર્કમાં છે. દેશમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા દૈનિક ધોરણે છેલ્લા ૫૪૪ દિવસના નિમ્ન સ્તર ૮,૩૦૯ વધી ૩,૪૫,૮૦,૮૩૨ પર પહોંચી છે. સક્રિય કેસોની સંખ્યા પણ ૫૪૪ દિવસના સૌથી નીચલા સ્તરે પહોંચતા આ આંકડો ૧,૦૩,૮૫૯ થયો છે.દેશમાં ઓમિક્રોનનો કોઈપણ કેસ હજી સુધી નોંધાયો ન હોવાનો દાવો સરકારી અધિકારીએ કર્યો હતો. જ્યારે કર્ણાટકમાં સાઉથ આફ્રિકાથી આવેલા બે પ્રવાસીમાં એકમાં ડેલ્ટાથી અલગ  જ લક્ષણ જાેવા મળ્યા હતા. દેશમાં કોરોનાના નવા ૮,૩૦૯ કેસો નોંધાયા હતા, તેની સાથે સક્રિય કેસોની સંખ્યા ૫૪૪ દિવસના સૌથી નીચલા સ્તર ૧,૦૩,૮૫૯ પર પહોંચી હતી, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું. હકારાત્મક સેમ્પલવાળા પ્રવાસીઓના જિનોમ સિકવન્સનું વિશ્લેષણ કરવામાં આવે છે.  આ સાઉથ આફ્રિકામાં ગયા સપ્તાહે કોવિડ-૧૯નો મળેલો નવો વેરિયન્ટ ઓમિક્રોન  અંગે વિશ્વ આરોગ્ય સંગઠન (હુ)એ ચેતવણી જારી કરી છે. કેન્દ્ર સરકારના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ભારતમાં હજી સુધી ઓમિક્રોનનો વેરિયન્ટ મળી આવ્યો નથી. પણ આ પ્રકારનો વાઇરસ ભારતમાં આવે નહી તે માટે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.

ઓમિક્રોન સામે ભારતીય કોવિશિલ્ડ, કોવેક્સિન રક્ષણ આપી શકે : જાણો નિષ્ણાંતોનો શું છે દાવો
 

Gulshan Kumar Murder Case: ‘કેસેટ કિંગ’ ગુલશન કુમારની હત્યા કરનાર શાર્પ શૂટર અબ્દુલ મર્ચન્ટનું જેલમાં મોત, જાણો શું છે મૃત્યુનું આંચકાજનક કારણ
Indian Railways 52: ભારતીય રેલવેમાં ‘સુધારાનો મહાકુંભ’: 52 અઠવાડિયામાં લાગુ થશે 52 મોટા ફેરફાર,જાણો વિગતે
Shashi Tharoor: જવાહરલાલ નહેરુ વિશે શશિ થરૂરનું મોટું નિવેદન, 1962ના ચીન યુદ્ધમાં હાર માટે નિર્ણયોને ગણાવ્યા જવાબદાર
India’s First Hydrogen Train: માત્ર ₹5ના સિક્કામાં કરો સફર! અવાજ અને ધુમાડા વગર દોડતી દેશની પહેલી હાઈડ્રોજન ટ્રેન, જાણો તેની ખાસિયતો
Exit mobile version