ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 24 સપ્ટેમ્બર, 2021
શુક્રવાર
PM મોદીનો અમેરિકન પ્રવાસનો આજે બીજો દિવસ છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ જો બાયડનની આજે મુલાકાત થશે.
આ મીટિંગ ભારતીય સમય મુજબ રાતના 8.30 વાગે થશે.
બન્ને નેતા પહેલી વાર મળી રહ્યા છે અને આ મુલાકાત પર સંપૂર્ણ દુનિયાની નજર છે. જેમાં આતંકવાદ સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા થવાની આશા છે.
આ મહત્વની મીટિંગની પહેલા પીએમ મોદીએ અમેરિકન ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસની સાથે મુલાકાત કરી છે. ઓસ્ટ્રેલિયા અને જાપાનના પ્રધાન મંત્રીને મળ્યા હતા અને ભારતની સાથે મજબૂત સંબંધની પહેલ કરી છે.
દિલ્હીની રોહિણી કોર્ટમાં ફાયરિંગ, શૂટઆઉટમાં મોસ્ટ વૉન્ટેડ આરોપી સહિત 3નાં મોત; જુઓ શૂટઆઉટનો વીડિયો