News Continuous Bureau | Mumbai
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)24 મેએ જાપાનના પ્રવાસે જશે.
અહીં ચોથા ક્વાડ સંમેલન(Quad summit)માં ભાગ લેવા માટે પીએમ મોદી ટોક્યો(Tokyo) જઈ રહ્યા છે.
ટોક્યોમાં પીએમ મોદી અમેરિકા(US)ના રાષ્ટ્રપતિ જો બાઇડેન(Joe Biden), ઓસ્ટ્રેલિયા(Australia)ના પ્રધાનમંત્રી સ્કોટ મોરિશન અને જાપાન(Japan)ના પીએમ ફુમિઓ કિશિદા સાથે મુલાકાત કરશે.
સાથે જ અહીં તેઓ અમેરિકી રાષ્ટ્રપતિ બાઇડેન સાથે દ્વિપક્ષીય વાતચીત પણ કરશે.
ભારતીય વિદેશ મંત્રાલયે આ જાણકારી આપી છે.
ઉલ્લેખનીય છે કે ક્વાડમાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ભારત અને જાપાન સભ્ય છે.
આ સમાચાર પણ વાંચો :ફરી ડોલર સામે રેકોર્ડબ્રેક રીતે ગગડ્યો રૂપિયો, ઑલ-ટાઈમ નીચલા સ્તરે જતાં અર્થતંત્રને ઝટકો..