ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,21 જાન્યુઆરી 2022
શુક્રવાર.
પીએમ નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાનો ડંકો ભારતની સાથે સાથે વિશ્વમાં વાગી રહ્યો છે
પ્રાપ્ત જાણકારી મુજબ ગ્લોબલ લીડર એપ્રુવલ રેટિંગની યાદીમાં પીએમ મોદી ટોચ પર છે.
ગ્લોબલ લીડર એપ્રુવલ રેટિંગમાં PM નરેન્દ્ર મોદીનું રેટિંગ 71 ટકા છે અને તેમણે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન જેવા દિગ્ગજોને પછાડી દીધા છે.
આ લિસ્ટમાં મેક્સીકન રાષ્ટ્રપતિ એન્ડ્રેસ મેન્યુઅલ લોપેઝ ઓબ્રાડોર 66 ટકા સાથે બીજા ક્રમે છે.
ત્રીજા નંબર પર રહેલા ઈટાલીના પ્રધાનમંત્રી મારિયો દ્રધિનું રેટિંગ 60 ટકા છે. ત્યારબાદ લિસ્ટમાં જાપાનના પ્રધાનમંત્રી ફ્યુમિયો કિશિદા (48%) અને જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝો (44%) છે.
બોલીવુડ સેલીબ્રિટી બાદ હવે આ ક્રિકેટર થયા કોરોના વાયરસથી સંક્રમિત, પોતાને કર્યા આઈસોલેટ; જાણો વિગતે