કોરોનાના ઘટતા જતા કેસની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આજે સાંજે પાંચ વાગે દેશને સંબોધન કરશે.
આ અંગેની જાણકારી પ્રાઈમ મિનિસ્ટર ઓફિસ ના સત્તાવાર ટવીટર હેન્ડલ દ્વારા જાહેર કરાઈ છે.
માનવામા આવી રહ્યુ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોરોના વેક્સિનને લઈને કોઈ જાહેરાત કરી શકે છે. સાથે અનલોકની પ્રક્રિયા વિશે પણ મહત્વની વાત કરે તેવી અટકળો પણ થઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે પ્રથમવાર દેશમાં લોકડાઉનની જાહેરાત વડાપ્રધાને કરી હતી અને ત્યારબાદ તબકકાવાર એમણે રાષ્ટ્ર્રને સંબોધન કરીને અલગ-અલગ જાહેરાતો કરી હતી અથવા તો ચેતવણીઓ આપી હતી.
કોના બાપની દીવાળી? પાલિકા ખરીદશે 50,000 કચરાપેટી; એક કચરાની પેટીની કિંમત 1,791, જાણો વધુ વિગત