Site icon

સંસદનું ચોમાસું સત્ર જુલાઇ મહિનાની આ તારીખથી થઇ શકે છે શરૂ- આ વખતે 17 દિવસ ચાલશે સંસદ

 

News Continuous Bureau | Mumbai 

Join Our WhatsApp Community

ભારતીય સંસદનું (Indian Parliament) મોનસૂન સત્ર(Monsoon session)શરૂ થવામાં હવે થોડા દિવસો બાકી છે. દેશમાં મોનસૂન સત્ર સાથે જ સંસદનું મોનસૂન સત્ર પણ જુલાઇના ત્રીજા અઠવાડિયાથી એટલે કે ૧૮ જુલાઇથી શરૂ થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સત્ર ઓગસ્ટના બીજા અઠવાડિયા સુધી ચાલવાની સંભાવના છે. સરકારી સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર જાેકે આ વિશે હજુ સુધી અંતિમ ર્નિણય લેવાનો બાકી છે. અત્રે ઉલ્લેખનીય છે કે સંસદીય બાબતોના(Parliamentary Affairs) મંત્રીમંડળીય સમિતિ (Cabinet Committee) વિભિન્ન સત્રો માટે તારીખોની ભલામણ કરે છે.

દેશમાં નવા રાષ્ટ્રપતિ ચૂંટણી(Presidential election) ૧૮ જુલાઇએ મતદાન થવાનું છે. આ મહત્વપૂર્ણ ઇવેન્ટને ધ્યાનમાં રાખતાં કેન્દ્ર સરકારે(Central Government ) મોનસૂન સત્ર માટે પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. સરકારી સૂત્રોના અનુસાર રક્ષા મંત્રી રાજનાથ સિંહની(Defense Minister Rajnath Singh) અધ્યક્ષતાવાળી સંસદીય બાબતોના મંત્રીમંડળીય સમિતિએ ૧૮ જુલાઇથી ૧૨ ઓગસ્ટ સુધી સંસદના મોનંસૂન સત્રને ચલાવવાની ભલામણ કરી છે. આ તારીખો પર અંતિમ વિચાર કર્યા બાદ સંસદ સત્ર માટે આ શિડ્યૂલ પર મહોર લાગી જશે. 

જાે ૧૮ જુલાઇથી માંડીને ૧૨ ઓગસ્ટ સુધી તારીખો પર સંસદી બાબતોની મંત્રીમંડળીય સમિતિ મોહર લગાવી દે છે તો આ વખતે મોનસૂન સત્ર સંસદમાં ૧૭ દિવસ ચાલશે, કારણ કે આ દરમિયાન ૧૭ દિવસ કાર્યદિવસ રહે છે. આ દરમિયાન સરકાર તરફથી ઘણા બિલ સંસદમાં રજૂ કરવામાં આવી શકે છે. તેમાં બજેટ સત્ર(Budget session) દરમિયાન સંસદીય સમિતિ પાસે મોકલવામાં આવેલા બજેટ સત્રના ચાર બિલ પણ સામેલ છે.  

આ સમાચાર પણ વાંચો : રાષ્ટ્રપતિની ચૂંટણી માટે લાલુ પ્રસાદ યાદવે ફોર્મ ભર્યું- મુંબઈના અંધેરીમાં રહેતા બે વ્યક્તિઓ પણ મેદાનમાં

આ વખતે મોનસૂન સત્ર દેશ માટે ખાસ રહેવાનું છે. આ દરમિયાન દેશના નવા રાષ્ટ્રપતિ મળે જશે. નવા રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ૧૮ જુલાઇના રોજ મતદાન થવાનું છે અને ૨૧ જુલાઇના રોજ મતગણતરી બાદ ૨૫ જુલાઇના રોજ દેશને નવા મહામિમત પોતાનો કાર્યભાર ગ્રહણ કરી લેશે. આ સાથે જ ૧૦ જુલાઇના રોજ દેશના ઉપરાષ્ટ્રપતિનો(Vice President) કાર્યકાળ પણ ખતમ થવા જઇ રહ્યો છે. જાેકે અત્યારે તેની ચૂંટણીની જાહેરાત થઇ નથી. પરંતુ ઉપરાષ્ટ્રપતિનો કાર્યકાળ પુરો થતાં પહેલાં કાર્યક્રમની જાહેરાત થઇ શકે છે. એવામાં આ મોનસૂન સત્ર દેશના નવા મહામુહિમ અને ઉપરાષ્ટ્રપતિ માટે હશે.

Bihar Assembly Elections 2025: બિહાર વિધાનસભા ચૂંટણી પરિણામ: સાંજે 6 વાગ્યે BJP મુખ્યાલય જશે PM નરેન્દ્ર મોદી, કાર્યકર્તાઓને સંબોધિત કરશે.
Bihar Election Results: બિહાર ચૂંટણીના પરિણામો 2025: મહારાષ્ટ્રમાં મદદે આવી લાડકી બહેન; બિહારમાં પણ NDAને મહિલાઓનો જ સહારો.
Jawaharlal Nehru Birth Anniversary: PM મોદીએ પૂર્વ PM જવાહરલાલ નહેરુને તેમની ૧૨૫મી જયંતિ પર શ્રદ્ધાંજલિ આપી
Doctor Umar Mohammad: સુરક્ષા દળોનું મોટું એક્શન: પુલવામામાં દિલ્હી ધમાકાના ગુનેગાર ડૉ. ઉમરનું ઘર ‘બ્લાસ્ટ’થી ઉડાવી દેવાયું!
Exit mobile version