Site icon News Continuous Bureau | Mumbai

શું કોરોના પોઝિટિવ રિપોર્ટ આવે તો પણ વિમાન પ્રવાસ કરી શકાશે? આ રાજ્યએ શોધ્યો ઉકેલ: જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 6 નવેમ્બર, 2021

Join Our WhatsApp Channel

શનિવાર

 

કોરોના સંક્રમણ જટિલ અને વ્યાપક છે. તેના લક્ષણો પણ તેવા જ છે. કોરોના સાથે જોડાયેલી એક જટિલ બાબત એ પણ છે કે કોરોનામાંથી સાજા થયા પછી પણ મોટી સંખ્યામાં લોકોના RT-PCR ટેસ્ટ પોઝિટિવ આવી રહ્યા છે. આ કારણે લોકો વિમાન પ્રવાસ કરી શકતા નથી. કારણ કે તમામ હવાઈ પ્રવાસમાં RT-PCR ટેસ્ટ નેગેટિવ આવવો જરૂરી છે. હવે કર્ણાટકને આ સમસ્યાનો ઉકેલ મળી ગયો છે.

કોરોના પર કર્ણાટક રાજ્યની ટેકનિકલ સલાહકાર સમિતિએ ભલામણ કરી છે કે આવા લોકોએ ક્લિનિકલ રિપોર્ટ્સ બતાવવાના રહેશે. જે દર્શાવે છે કે તેમનામાં કોરોનાના કોઈ લક્ષણો નથી. કમિટીના જણાવ્યા અનુસાર આ ક્લિનિકલ રિપોર્ટ માત્ર પ્રશિક્ષિત ડૉક્ટર દ્વારા જ તૈયાર કરવાનો રહેશે. રિપોર્ટના આધારે RT-PCR ટેસ્ટ પોઝિટિવ આવશે તો પણ પ્રવાસની પરવાનગી આપવામાં આવશે. આ સુવિધા માત્ર એવા લોકો માટે હશે જેઓ કોરોનામાંથી સાજા થયા છે, પરંતુ તેમનો રિપોર્ટ હજુ પણ પોઝિટિવ આવી રહ્યો છે.

મળેલી માહિતી અનુસાર કમિટીની આ ભલામણ કેટલાક IAS ઓફિસરોએ સમસ્યા ઉઠાવ્યા બાદ આવી છે. આ અધિકારીઓએ કહ્યું હતું કે ઘણા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ બેંગ્લોર આવવા માંગે છે, પરંતુ તેઓ આ પ્રવાસ કરી શકતા નથી. તેનું કારણ એ છે કે તેઓ કોરોનામાંથી સાજા થયા હોવા છતાં તેમના રિપોર્ટ સતત પોઝિટિવ આવી રહ્યા છે.

એક મીડિયા રિપોર્ટ અનુસાર કમિટીના એક સભ્યનું કહેવું છે કે 'ઘણી જગ્યાએ જો લોકોનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવે છે તો તેઓ ફ્લાઈટની ટિકિટ પણ ખરીદી શકતા નથી.' રિકવરી પછી પણ કોરોના ટેસ્ટ પોઝિટિવનો અર્થ છે કે વાયરસની હજુ પણ ઓછી અસર છે. આ પ્રકારના ટેસ્ટને વૈજ્ઞાનિક ભાષામાં ફોલ્સ પોઝીટીવ પણ કહેવામાં આવે છે. આ લોકોમાં કોઈ લક્ષણો હોતા નથી. તેમજ તેઓ અન્ય વ્યક્તિને ચેપ લગાવી શકતા નથી. ભાગ્યે જ આવા કેસ જોવા મળે છે.

 

CEC Gyanesh Kumar Appointment Challenged શું નિયમો નેવે મૂકીને બનાવાયા મુખ્ય ચૂંટણી કમિશનર? સર્ચ પેનલ પર લાગ્યા ગંભીર આરોપો…
INDIA Bloc Leaders Meet President Murmu CEC અને ચૂંટણી પંચ સામે વિપક્ષી મોરચાની આરપારની લડાઈ! આવતીકાલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે બેઠક શું થશે કાર્યવાહી?
CEC Gyanesh Kumar Security Tightened મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અંગે પોલીસનો મોટો નિર્ણય વિપક્ષના ઉગ્ર પ્રદર્શનો વચ્ચે સુરક્ષા કવચ મજબૂત કરાયું
Woman Runs Barefoot In Saree ગરીબી અને મુશ્કેલીઓ પણ હિંમત ન તોડી શકી! હોમગાર્ડ બનવા સાડીના છેડા બાંધી રસ્તા પર દોડી માતા જુઓ વાયરલ વીડિયો
Exit mobile version