Site icon

રાષ્ટ્રપતિની ચૂંટણી માટે લાલુ પ્રસાદ યાદવે ફોર્મ ભર્યું- મુંબઈના અંધેરીમાં રહેતા બે વ્યક્તિઓ પણ મેદાનમાં

News Continuous Bureau | Mumbai 

દેશમાં 18 જુલાઈના યોજાઈ રહેલી ચૂંટણી(Elections) માટે નોમિનેશન(Nomination) દાખલ કરવાના પહેલા જ દિવસે 11 ઉમેદવારોએ નામાંકન ભર્યા હતા. જેમાં નવાઈ લાગે એમ લાલુ પ્રસાદ યાદવે(Lalu Prasad Yadav) પણ ઉમેદવારી નોંધાવી છે. જોકે આ લાલુ પ્રસાદ રાષ્ટ્રીય જનતા દળના(Rashtriya Janata Dal) નેતા નથી પણ સામાન્ય વ્યક્તિ છે. તો અંધેરીની બે વ્યક્તિ પણ રાષ્ટ્રપતિના પદ(President post) માટે ઉમેદવારી નોંધાવી છે.

Join Our WhatsApp Community

રાષ્ટ્રપતિની ચૂંટણી(Presidential election) માટે ચૂંટણી પંચ દ્વારા નોટિફિકેશન બહાર પાડવાની સાથે જ નામાંકન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. પ્રથમ દિવસે 11 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી જેમાંથી એક ઉમેદવારનું નામાંકન રદ થયું છે. 

અહીં ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી ન તો બીજેપીની(BJP) આગેવાની હેઠળના NDAએ પોતાના ઉમેદવારની જાહેરાત કરી છે અને ન તો કોંગ્રેસના(Congress) નેતૃત્વવાળી UPAએ પોતાની તરફથી કોઈ ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે.

પશ્ચિમ બંગાળના(West Bengal) મુખ્યમંત્રી મમતા બેનર્જીની (Chief Minister Mamata Banerjee) અપીલ પર બુધવારે ઘણા રાજકીય પક્ષોના(political parties) નેતાઓએ દિલ્હીમાં બેઠક યોજી હતી, પરંતુ આ મોરચો પણ કોઈ ચોક્કસ નામ નક્કી કરી શક્યું નહોતું.

આ સમાચાર પણ વાંચો : 4G કરતા 10 ગણી વધશે સ્પીડ- 5G સ્પેક્ટ્રમની હરાજીને મળી કેબિનેટની મંજૂરી- જાણો કયા મહિનાથી શરૂ થશે 5જી ઇન્ટરનેટ સર્વિસ

મમતા બેનર્જીએ મહાત્મા ગાંધીના પ્રપૌત્ર(Great grandson of Mahatma Gandhi) અને પશ્ચિમ બંગાળના પૂર્વ રાજ્યપાલ(Former Governor) ગોપાલ કૃષ્ણ ગાંધી(Gopal Krishna Gandhi) અને નેશનલ કોન્ફરન્સના(National Conference) નેતા ફારૂક અબ્દુલ્લાના (Farooq Abdullah) નામ આગળ કર્યા છે. અગાઉ એનસીપીના વડા(NCP Chief) શરદ પવારે(Sharad Pawar) રાષ્ટ્રપતિ પદ માટે  ચૂંટણી લડવાનો ઇનકાર કરી ચુક્યા છે. 

રાષ્ટ્રપતિ પદ માટે નોમિનેશનની છેલ્લી તારીખ 29 જૂન છે. બુધવારે ઉમેદવારી નોંધાવનારા 11 પૈકી 1નું નામાંકન(Nomination) રદ થયું છે. તેથી અત્યાર સુધી 10 ઉમેદવારો મેદાનમાં છે.

રાષ્ટ્રપતિ પદ માટે રાષ્ટ્રીય જનતા દળના નેતા લાલુ પ્રસાદ નું નામ ધરાવતા બિહારના સરનના લાલુ પ્રસાદ યાદવે ઉમેદવારી નોંધાવી છે. તો પહેલી વખત પતી-પત્નીની જોડીએ પણ રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારી દાખલ કરી છે. મુંબઈના અંધેરી વિસ્તારના મોહમ્મદ એ. હમીદ પટેલ અને તેમના પત્ની  સાયરા બાનો મોહમ્મદ પટેલે બુધવારે નામાંકન ભર્યું હતું. દિલ્હીના મોતીનગરના બિઝનેસમેન જીવન કુમાર મિત્તલે ઉમેદવારી નોંધાવી છે, જેઓ અગાઉ 2012 અને 2017માં ઉમેદવાર રહી ચૂક્યા છે. એ સિવાય ડૉ. કે. પદ્મરાજન (ડૉ. કે. પદ્મરાજન) રામનગરા, સીલમ, તમિલનાડુ, ટી. રમેશ સેલ્લાપ્પામપટ્ટી, નમક્કલ, તમિલનાડુ, શ્યામ નંદન પ્રસાદ મોકામા, બિહાર, પ્રો. ડૉ. દયાશંકર અગ્રવાલ (પ્રો. ડૉ. દયાશંકર અગ્રવાલ) જીટીબી નગર, દિલ્હી, ઓમ પ્રકાશ ખરબંદા નવીન શાહદરા, દિલ્હી,  એ. મનીથન (A. Manithan) અગ્રહરામ, તિરુપત્તુર, તમિલનાડુ. ડો. મંડતી તિરુપતિ રેડ્ડી માર્કાપુરર, આંધ્રપ્રદેશએ ઉમેદવારી નોંધાવી છે.

આ સમાચાર પણ વાંચો : આરોગ્ય મંત્રીએ ચેતવ્યા-ખતમ નથી થયો કોરોના- બાળકોની વેક્સીન પર કરો ફોકસ

 

Mahadev betting app: મહાદેવ એપ કેસમાં મોટો વળાંક: સર્વોચ્ચ અદાલતનો ED ને કડક નિર્દેશ, હવે શું કાર્યવાહી થશે?
Rahul Gandhi: રાહુલ ગાંધીના ‘H-Bomb’ બાદ હંગામો: ઇન્ટરનેટ યુઝર્સે શોધી કાઢી ‘સ્વીટી’, બ્રાઝિલિયન મોડેલે આખા મામલે શું કહ્યું?
CJI Bhushan Gavai: નવી ઇમારત જોઈ CJI લાલઘૂમ! બોમ્બે હાઈકોર્ટ પર કટાક્ષ: ‘આ ન્યાયનું મંદિર છે, કોઈ ૭ સ્ટાર હોટેલ નહીં…’, વિવાદનો વંટોળ
Lucknow Assembly: લખનઉમાં SIR પ્રક્રિયા: ૯ વિધાનસભા બેઠકોની મતદાર યાદી સુધારણા શરૂ, ચૂંટણી પહેલા કઈ બેઠક પર કોનું વર્ચસ્વ વધશે?
Exit mobile version