રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત કોરોનાથી સંક્રમિત થયા છે.
મોહન ભાગવતને કોરોનાના સામાન્ય લક્ષણો છે અને સામાન્ય તપાસ અને સાવચેતીના ભાગરૂપે નાગપુરની કિગ્સવે હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયા છે.
આરએસએસના સત્તાવાર ટ્વિટર દ્વારા મોહન ભાગવત કોરોના સંક્રમિત થયા હોવાનું જણાવ્યુ છે.
ઉલ્લેખનીય છે કે મોહન ભાગવતે ગત છ માર્ચના રોજ કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લીધો હતો.