Site icon

રામદેવ બાબાએ હવે IMA પર આ નવો આરોપ લગાવ્યો; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૮ મે ૨૦૨૧

Join Our WhatsApp Community

શુક્રવાર

યોગ ગુરુ બાબા રામદેવ છેલ્લા કેટલાક દિવસોથી તેમનાં નિવેદનોને લીધે વિવાદમાં છે. બાબા રામદેવ અને ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશન (IMA)વચ્ચે આરોપ-પ્રત્યારોપનો સમય હજી પૂરો થયો નથી. બાબા રામદેવે IMA પર નવો આરોપ લગાવતાં કહ્યું છે કે તેના પદાધિકારીઓના તાર ધર્મપરિવર્તન કરાવનારા લોકો સાથે જોડાયેલા છે.

એક મીડિયા હાઉસને આપેલા ઇન્ટરવ્યૂમાં રામદેવે કહ્યું હતું કે “ડૉક્ટરો મને દેશદ્રોહી કહી રહ્યા છે. જો હું દેશદ્રોહી છું તો પછી જેમના તાર ધર્મપરિવર્તન સાથે જોડાયેલા છે, શું તેઓ દેશભક્ત છે? આવા કન્વર્ઝન, અંધવિશ્વાસ પર ભરોસો કરનારા લોકો જ IMAના અધ્યક્ષ બની બેઠા છે.”

દેશમાં કોરોનાના વળતા પાણી, જાણો દૈનિક કેસ ઘટીને કેટલા થયા

ઉલ્લેખનીય છે કે બાબા રામદેવે કુંભને સુપર સ્પ્રેડર ગણાવનારા લોકોને હિન્દુવિરોધી અને ભારતવિરોધી કહ્યા છે. રામદેવે દાવો કર્યો છે કે અખાડામાં માત્ર ૧,૦૦૦ જેટલા સાધુઓ હતા અને કુંભના ૯૯% ટકા તંબુ ખાલી હતા. રામદેવે એમ પણ કહ્યું હતું કે IMAમાં અમારી સામે ઝંડો ઉઠાવનારા લોકો પણ ઘેરબેસીને કપાલભાતિ કરે છે.

Beejamrut: પ્રાકૃતિક કૃષિ ‘લેખમાળા-૪૯: સુરત જિલ્લો
India: બુલેટ ટ્રેનની રાહ જોનારાઓ માટે સારા સમાચાર: આ તારીખ થી શરૂ થશે પ્રથમ સફર; રેલવે મંત્રીએ જાહેર કરી નવી ડેડલાઇન.
Mumbai: નવા વર્ષે હવામાનનો મિજાજ બદલાયો: મુંબઈમાં વરસાદી આગમન, પહાડો પર હિમવર્ષા અને દિલ્હીમાં હાડ થીજવતી ઠંડી.
Happy New Year 2026 Wishes: નવા વર્ષ ૨૦૨૬ની દેશમાં ધૂમ: PM મોદીએ પાઠવી શુભકામનાઓ, રાહુલ ગાંધી અને ખરગેએ પણ દેશવાસીઓ માટે ખાસ સંદેશ પાઠવ્યો.
Exit mobile version