Site icon

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના અંગત સચિવ પર લાગ્યો રેપનો આરોપ-નોંધાઈ FIR-જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai 

કોંગ્રેસ અધ્યક્ષ(Congress President) સોનિયા ગાંધીના(Sonia Gandhi) અંગત સચિવ(Personal secretary) પર બળાત્કારનો(rape) આરોપ લાગ્યો છે. દિલ્હીના ઉત્તમ નગર પોલીસ સ્ટેશનમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના અંગત સચિવ પીપી માધવન(PP Madhavan) વિરુદ્ધ બળાત્કારનો કેસ(Rape case) નોંધવામાં આવ્યો છે.  પોલીસે બળાત્કારની કલમ 376 અને જાનથી મારી નાખવાની ધમકી(Death threat) આપવાની કલમ 506 હેઠળ કેસ નોંધ્યો છે.પોલીસ ફરિયાદ મુજબ માધવન પર લગ્ન અને નોકરીના બહાને દલિત મહિલા પર બળાત્કાર કરવાનો આરોપ છે. 

Join Our WhatsApp Community

મીડિયા રિપોર્ટ અનુસાર મહિલાએ એફઆઈઆરમાં(FIR) જણાવ્યું છે કે તેનો પતિ કોંગ્રેસ કાર્યાલયમાં(Congress office) હોર્ડિંગ્સ(Hoardings) લગાવતો હતો. બે વર્ષ પહેલા તેનું અવસાન થયું હતું.  2020માં તેના પતિના મૃત્યુ બાદ તે નોકરીની શોધમાં હતી. આ દરમિયાન તેઓ સોનિયા ગાંધીના પીએ(PA) પીપી માધવનના સંપર્કમાં આવ્યા. મહિલાએ જણાવ્યું છે કે પીપી માધવને નોકરી અપાવવા અને લગ્ન કરાવવાના નામે તેની સાથે બળાત્કાર કર્યો હતો. આ સિવાય મહિલાએ માધવન પર પોતાના ઘરે બોલાવીને રેપ કરવાનો આરોપ લગાવ્યો છે.

આ સમાચાર પણ વાંચો :  મોદી સરકારનો મોટો નિર્ણય – IPS તપન કુમાર બનાવ્યા IBના નવા ડિરેક્ટર- આટલા વર્ષનો રહેશે તેમનો કાર્યકાળ 

જોકે માધવને મહિલાના તમામ આરોપોને આરોપ ફગાવ્યાં છે.સાથે તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટીને બદનામ કરવા માટે આવા પાયાવિહોણા આરોપ કરાયા છે. આવા આરોપમાં જરા પણ સત્ય નથી. તે એક કાવતરું છે. 

 માધવન પર આઈપીસી(IPC) હેઠળ બળાત્કાર અને ગુનાહિત ધાકધમકીની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ 71 વર્ષીય માધવન સામેના કેસની તપાસ કરી રહી છે.

Nipah Virus: બંગાળ પર નિપાહનું સંકટ! ૨૫ વર્ષ જૂનો જીવલેણ વાયરસ પાછો ફર્યો, કેન્દ્રએ રાજ્યોને આપ્યું એલર્ટ; જાણો કેટલો ઘાતક છે આ વાયરસ.
Solan Fire Incident: હિમાચલના સોલનમાં ભીષણ આગનો તાંડવ; 7 વર્ષના બાળકનું કરૂણ મોત, 9 લોકો હજુ પણ ફસાયા.
ISRO PSLV-C62 Mission Failure: ઈસરોને નવા વર્ષનો મોટો ઝટકો: PSLV-C62 મિશન ત્રીજા તબક્કામાં ટેકનિકલ ખામીને કારણે નિષ્ફળ.
Vande Bharat Sleeper Fare: એરપોર્ટ જેવી સુવિધા અને કડક નિયમો: વંદે ભારત સ્લીપરમાં નો-વેઈટિંગ પોલિસી, જાણો કેટલું ખર્ચવું પડશે ભાડું
Exit mobile version