ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 11 ઑગસ્ટ, 2021
બુધવાર
લોકસભાના કાર્યવાહી અનિશ્ચિત કાળ સુધી સ્થગિત થયા બાદ સ્પીકર ઓમ બિરલાએ બેઠક કરી હતી.
આ બેઠકમાં પીએમ મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષા સોનિયા ગાંધી, કોંગ્રસ સાંસદ અધીર રંજન ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત તૃણમૂલ કોંગ્રેસ, અકાલી દળ, વાયએસઆરસીપી, બીજુ જનતા દળ સહિત અનેક વિપક્ષી દળોના નેતાઓ પણ સ્પીકર બિરલાને મળવા પહોંચ્યા હતા.
લોકસભા અધ્યક્ષે બધા દળોના નેતાઓને આગ્રહ કર્યો કે ભવિષ્યમાં ગૃહમાં ચર્ચા અને સંવાદને પ્રોત્સાહિત કરે. તેમણે જણાવ્યું હતું કે ચર્ચા અને સંવાદથી જ જનકલ્યાણ થશે. તેના દ્વારા પ્રજાની તકલીફો દૂર થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે પેગાસસ જાસૂસી કાંડ, તરમ કેન્દ્રીય કૃષિ કાયદાને પરત લેવાની માંગ સહિત અન્ય મુદ્દા પર વિપક્ષી દળોના શોરબકોરના કારણે માત્ર 22 ટકા જ કામ થયું હતું.