Site icon

દેશના અર્થતંત્ર માટે સારા દિવસો- વિશ્વ મંદીના ભરડામાં- પરંતુ ભારતીય અર્થતંત્ર રહેશે તેજીમાં- જાણો સર્વેમાં આવેલી રસપ્રદ માહિતી  

News Continuous Bureau | Mumbai

કોરોના મહામારી(Covid Pandemic)માંથી ધીમે ધીમે વિશ્વ બહાર તો આવી રહ્યો છે. પરંતુ મંદી(Recession)ના ભરડામાં અનેક દેશો સપડાઈ ચૂક્યા છે. પરંતુ ભારત (India) માટે રાહતના સમાચાર છે. બ્લૂમબર્ગે કરેલા એક સર્વેમાં ભારતીય અર્થતંત્ર(Indian Economy)ને લઈને સકારાત્મક અહેવાલ આવ્યો છે.

Join Our WhatsApp Community

આ સર્વે મુજબ એશિયાના અનેક દેશોમાં મંદીનું જોખમ વધી ગયું છે. આ પાછળનું કારણ વધતી કિંમતોને કારણે કેન્દ્રીય બેંકો(Central bank) એ વ્યાજ દરમાં વધારો કર્યો હોવાનું જણાયું છે. સર્વે અનુસાર ભારતમાં આર્થિક મંદી(Recession)ની શક્યતા નહીંવત છે. સર્વે મુજબ એશિયામાં આવતા વર્ષે સૌથી વધુ મંદીની શક્યતા શ્રીલંકામાં છે. આવતા વર્ષે આ દેશમાં મંદીની 85 ટકા શક્યતા છે. ત્યારબાદ 33 ટકા સાથે ન્યૂઝીલેન્ડ(New zealand), 25 ટકા સાથે દક્ષિણ આફ્રિકા(South Africa), 25 ટકા સાથે જાપાન(Japan) અને 20 ટકા સાથે ચીન(China)નો નંબર આવે છે.

આ યાદીમાં હોંગકોંગ(Hong Kong), તાઈવાન(Taiwan), પાકિસ્તાન(Pakistan) અને ઓસ્ટ્રેલિયા(Australia) માં આવતા વર્ષે મંદીની 20 ટકા સંભાવના છે. બીજી તરફ વિયેતનામ અને થાઈલેન્ડ(Thailand)માં મંદીની સંભાવના 10 ટકા છે. સર્વે મુજબ ફિલિપાઈન્સમાં  આવતા વર્ષે મંદીની 8 ટકા શક્યતા છે.

આ સમાચાર પણ વાંચો : તમારું આધાર કાર્ડ રદ તો નથી થયું ને- UIDAIએ દેશમાં આટલા આધાર કાર્ડ રદ કર્યા છે- જાણો શું છે કારણ

આ સર્વેમાં સામેલ રહેલા અર્થશાસ્ત્રીઓના મતે ઈન્ડોનેશિયામાં આ આંકડો 3નો છે. આ યાદીમાં ભારત સૌથી નીચે છે. એટલે ભારતમાં આવતા વર્ષે મંદીની સંભાવના શૂન્ય ટકા છે.

સર્વેમા અર્થશાસ્ત્રીઓ આવેલા મત મુજબ ન્યુઝીલેન્ડ, તાઈવાન, ઓસ્ટ્રેલિયા, ફિલિપાઈન્સમાં મંદીની સંભાવના વધી છે. આ દેશમાં ફુગાવાને અંકુશમાં રાખવા માટે કેન્દ્રીય બેંકોએ વ્યાજદરમાં વધારો કર્યો છે.

બ્લૂમર્ગના મતે એશિયાઇ દેશોની અર્થવ્યવસ્થા યુરોપ અને અમેરિકા કરતા વધુ સારી કામ કરી રહી છે. જર્મની અને ફ્રાન્સ જેવા દેશો ઉર્જાના વધતા ભાવથી સૌથી વધુ પ્રભાવિત થયા છે.

આ સમાચાર પણ વાંચો : શિંદે-ફડણવીસ સરકારનો ઝપાટો- આરેમાં કારશેડને જોડતો મેટ્રો-3નો રેમ્પ તૈયાર- બહુ જલદી થશે ટ્રાયલ- જાણો વિગત

Narendra Modi: PM મોદી અને તેમના દિવંગત માતાના ડીપફેક વીડિયો મામલે કોંગ્રેસ સામે દિલ્હી પોલીસે કરી મોટી કાર્યવાહી
ITR Deadline: શું ખરેખર આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની તારીખ લંબાવાઈ? વિભાગે કરદાતાઓને આપ્યું મોટું અપડેટ
Air India: અમદાવાદમાં થયેલા એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાના કેસમાં થયો નવો ખુલાસો, તદ્દન નવું કારણ આવ્યું સામે
IND vs PAK: ‘નો હેન્ડશેક’ પર બોખલાયું પાકિસ્તાન, ટીમ ઈન્ડિયા સામે લીધું આ પગલું
Exit mobile version