News Continuous Bureau | Mumbai
રશિયા યુક્રેન વચ્ચે એક મહિનાથી ચાલી રહેલા યુદ્ધને અટકાવવાની ફોર્મ્યુલા ભારતમાં ઘડવાની તૈયારી ચાલી રહી છે.
રશિયાના વિદેશમંત્રી સર્ગેઈ લાવરોવની અચાનક ભારત મુલાકાત આ દિશામાં મહત્ત્વનું પગલું છે.
કહેવામાં આવી રહ્યું છે કે લાવરોવ આ સપ્તાહે આવશે, પરંતુ તારીખ નક્કી નથી.
જોકે એટલું નક્કી છે કે તેઓ ઈઝરાયેલના વડાપ્રધાન નફ્તાલી બેનેટની મુલાકાત પહેલાં આવી જશે.
ઉલ્લેખનીય છે કે નફ્તાલી બેનેટ આગામી બીજી એપ્રિલે ભારત આવી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : શું હજી તમે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નથી કર્યું? તો આવી શકે છે આ મુશ્કેલી, લિંક કરવા બચ્યા 3 દિવસ..જાણો વિગતે