News Continuous Bureau | Mumbai
હિંસા(Violence) માટે નૂપુર શર્મા(Nupur Sharma) જવાબદાર હોવાની SCની કડક ટિપ્પણી સામે વિરોધ શરૂ થયો છે.
નૂપુર શર્માની ઝાટકણી કાઢનાર સુપ્રીમના(Supreme Court) બે જજ સૂર્યકાંત(Justice Suryakant) અને જેબી પારડીવાલાની(JB Pardiwala) સામે 117 લોકોએ ચીફ જસ્ટિસને(Chief Justice) ઓપન લેટર(Open letter) લખ્યો છે.
ઓપન લેટરમાં કહેવાયુ છે કે સુપ્રીમ કોર્ટના જજોએ પોતાની ટિપ્પણીઓ દ્વારા લક્ષ્મણ રેખાને પાર કરવાનું કામ કર્યું છે.
આ સિવાય લેટરમાં તેને સુધારવા માટે તાત્કાલિક પગલાં ભરવાની માંગ પણ કરવામાં આવી છે.
આ લોકોમાં 15 ભૂતપૂર્વ ન્યાયાધીશો, 77 ભૂતપૂર્વ અમલદારો અને 25 ભૂતપૂર્વ લશ્કરી અધિકારીઓનો (Military officials) સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે નુપુર શર્માએ પોતાના વિરુદ્ધ દેશના અલગ અલગ રાજ્યોમાં નોંધાયેલા તમામ કેસને એક સાથે ક્લબ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી
આ સમાચાર પણ વાંચો : દરેક મોદી ચોર છે નિવેદનના કેસમાં રાહુલ ગાંધીની મુસીબત વધી-ઝારખંડ હાઇકોર્ટે આપ્યો ઝટકો-કર્યો આ નિર્દેશ