ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 10 ઓગસ્ટ, 2021
મંગળવાર
દેશનું સર્વોચ્ચ સદન એટલે કે રાજ્યસભામાં જોરદાર હંગામો જોવા મળ્યો છે. રાજ્યસભામાં કિસાન આંદોલન સંદર્ભે જ્યારે ચર્ચા ચાલુ હતી ત્યારે વિપક્ષના નેતાઓ પ્લેકાર્ડ લઈને સદનમાં વચ્ચોવચ આવી ગયા. આ ઉપરાંત સાંસદોએ જોરદાર નારાબાજી કરી અને ત્યારબાદ વિપક્ષના એક સાંસદે ટેબલ પર ચડીને સંસદની કાર્યવાહી માટે વપરાતું ટેબલેટ ફેંકી દીધું.
આ ઘટના બાદ રાજ્ય સભા સ્થગિત કરવામાં આવી. ભારતની સર્વોચ્ચ સંસદમાં આવા પ્રકારની ઘટના કદાચ જ બનતી હોય છે.