Site icon News Continuous Bureau | Mumbai

ચોંકાવનારા સમાચાર: આ રાજ્યના બે વખતના મુખ્ય મંત્રીના સાળી રસ્તા પર ભિખારીની જેમ રહે છે.

 ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 12 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Channel

રવિવાર

 

સામાન્ય રીતે કોઈ રાજકારણીના સગા- સંબંધીઓ કે મિત્રો તે રાજકારણી વ્યક્તિ સાથે સંબંધ કે ઓળખાણ હોવાના બહાને પોતાને વીઆઇપી ગણાવી ઘણા લાભ ઉઠાવી લે છે. એવામાં એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જેમાં પશ્ચિમ બંગાળના બે વખતના મુખ્યમંત્રી રહેલા વામપંથી નેતા બુદ્ધદેવ ભટ્ટાચાર્યના પત્નીના બહેન ગત બે વર્ષથી ફુટપાથ પર રહે છે.

બુદ્ધદેવ ભટ્ટાચાર્યના આ ૭૨ વર્ષના સાળી ઇરા બસુ સુશિક્ષિત  મહિલા છે. જેમણે વાયરોલોજીમાં પીએચડી કરી છે અને બંગાળની એક ગર્લ્સ હાઈસ્કૂલમાં લાઇફ સાયન્સ વિષયના શિક્ષિકા પણ રહી ચૂક્યા છે. છતાં તેમની આવી હાલત થઈ ગઇ છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રીના પરિવાર સાથે સંબંધ હોવા છતાં તેઓ રસ્તે રસ્તે ભટકી રહ્યા છે.

નિર્ભયા જેવા બળાત્કાર અને મોતના કેસથી હચમચી ગયું મહારાષ્ટ્ર, સીએમ ઠાકરેએ આપ્યો આ આદેશ ; જાણો વિગતે

સ્થાનિક લોકો તેમને બીમાર કહી રહ્યા છે. તેમનું કહેવું છે કે, ઈરા ફૂટપાથ પર રહેવા છતાં ક્યારેય કોઈની પાસે ભીખ માગતા નથી. ચા પણ પોતાના રૂપિયાથી પીએ છે. એટલું જ નહીં પોતાના ખર્ચે દુકાનદારોને બિરયાની પણ ખવડાવે છે. એક હોટલમાંથી તેઓ રોજ દાળ, ભાત અને શાક ખરીદીને લાવે છે. કોઈ તેમને ખાવાનું આપે તો નકારી દે છે. ઈરા પોતાના બેંક એકાઉન્ટમાંથી પોતાની જરૂરિયાત પ્રમાણે રૂપિયા વાપરે છે.

ઈરાએ બુદ્ધદેવ ભટ્ટાચાર્યના પરિવાર સાથેના પોતાના સંબંધો ઉપર જણાવ્યું હતું કે, મને તેમની સાથેના સંબંધનો કોઈ ફાયદો થયો નથી. હું વીઆઇપી સાથે બેસવા માગતી નથી. વર્ષ ૨૦૦૯માં શાળામાંથી નિવૃત્ત થયા બાદ પીએફના રૂપિયા મળ્યા હતા, પરંતુ આવશ્યક દસ્તાવેજો જમા ન કરવાને કારણે હજી સુધી તેમનું પેન્શન અટકેલું છે.

તહેવાર સમયે કેન્દ્ર સરકારે ખાદ્ય તેલ વેપારીઓને આપી મોટી ભેટ આયાત સંદર્ભે લીધો નિર્ણય; જાણો વિગત

Kiren Rijiju Slams Rahul Gandhi રાહુલ ગાંધીના ‘વિદેશી મદદ’વાળા નિવેદન પર કિરેન રિજિજુનો પલટવાર ‘કોંગ્રેસ નેતા દેશના દુશ્મનોનો એજન્ડા આગળ વધારી રહ્યા છે’
Cyclone Murasu Landfall Andhra Pradesh ચક્રવાત ‘મુરાસુ’એ આંધ્રપ્રદેશના તટીય વિસ્તારોમાં મચાવી ભારે તબાહી તોફાની પવનો સાથે સાંબેલાધાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત
Pralay Missile Test Odisha Coast ભારતે ઓડિશા તટે ક્વાસીબેલેસ્ટિક મિસાઈલ ‘પ્રલય’નું કર્યું સફળ પરીક્ષણ ૫૦૦ કિમી સુધી દુશ્મનના ઠેકાણાં ધ્વસ્ત કરવા સક્ષમ, એર ડિફેન્સ સિસ્ટમ પણ રોકી નહીં શકે
MP Rajya Sabha Bypoll મધ્યપ્રદેશ રાજ્યસભા પેટાચૂંટણીમાં મોટો વળાંક હરદીપ સિંહ પુરી સામે ઊભા રહેલા અપક્ષ ઉમેદવાર રાજકુમાર લોહાનીનું નામાંકન રદ
Exit mobile version