Site icon

તો હવે આવશે નેઝલ વેક્સિન… વડા પ્રધાન મોદીએ કહી આ મોટી વાત, જાણો વિગત…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૭ જૂન, ૨૦૨૧

Join Our WhatsApp Community

સોમવાર

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કરેલા રાષ્ટ્રજોગ સંબોધનમાં રસીકરણ અને કોરોનાની બીજી લહેરની સ્થિતિ વિષે વિગતવાર વાત કરી હતી. આ સંદર્ભે તેમણે દેશમાં ચાલી રહેલા નેઝલ રસીના ટ્રાયલ અને બાળકો પર ચાલી રહેલા રસીકરણ અભ્યાસની વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો.

વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે “દેશમાં હાલ સાત કંપનીઓ વિવિધ રસીનું ઉત્પાદન કરી રહી છે. બે વેક્સિનનું ટ્રાયલ ઝડપથી બાળકો પર પણ થઈ રહ્યું છે. ઉપરાંત દેશમાં નેઝલ વેક્સિન ઉપર પણ ટ્રાયલ હાથ ધરાયું છે, જે નાકમાં સ્પ્રે કરી આપવામાં આવશે. જો આ ટ્રાયલ સફળ નીવડે તો રસીકરણ અભિયાનને વધુ વેગ મળશે.”

રાષ્ટ્રજોગ સંબોધનમાં પીએમની મોટી જાહેરાત ; દેશના 80 કરોડ લોકોને હવે ગરીબ કલ્યાણ યોજના હેઠળ આ મહિના સુધી મળશે મફત અનાજ

આટલા ઓછા સમયમાં વેક્સિન બનાવવીએ પૂરી માનવ જાત માટે ખૂબ મોટી સિદ્ધિ છે એમ પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં ઉમેર્યું હતું. ઉપરાંત તેમણે કહ્યું હતું કે ભારતે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની ગાઇડલાઇનનું પાલન કરી અને તબક્કાવાર વેક્સિન આપવાનું કામ કર્યું છે.

Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Delhi Car Blast:પોલીસની ચાલ કે આતંકવાદીનો ડર? દિલ્હી બ્લાસ્ટ: કાર પર લખેલા એક શબ્દથી ડૉ. ઉમર ગભરાઈ ગયો અને વિસ્ફોટ થયો.
UP ATS Raid: મોટો ખુલાસો! યુપી ATSના દરોડામાં પરવેઝ અન્સારી નામના ડૉક્ટરનું નામ સામે આવ્યું, દિલ્હી બ્લાસ્ટની કડીઓ યુપી સુધી લંબાઈ
Delhi Blast Investigation: દિલ્હી બ્લાસ્ટ: રહસ્ય પરથી ઊઠશે પડદો! ૧૩ શંકાસ્પદોની પૂછપરછ, આજે આવી શકે છે પહેલો FSL રિપોર્ટ
Exit mobile version