News Continuous Bureau | Mumbai
કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ સોનિયા ગાંધી(Sonia Gandhi) કોરોના સંક્રમિત(corona positive) થયા છે.
મીડિયા રિપોર્ટ મુજબ કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલા(Randeep Surjewala)એ કહ્યું કે અગાઉ સોનિયા ગાંધી જેમને મળ્યા હતા તેમાંથી ઘણા નેતાઓ અને કાર્યકરો પણ કોરોનાગ્રસ્ત(covid positive) થયા હોવાનું બહાર આવ્યું છે.
સોનિયા ગાંધીને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ આઈસોલેટ(isolet) કરવામાં આવ્યા છે. તેઓ અંદાજે 8 જૂન સુધી આઇસોલેશનમાં રહેશે ત્યાર બાદ ED ની ઇન્ક્વાયરીમાં હાજર રહેશે.
સોનિયા ગાંધીને ગઈકાલે સાંજે હળવો તાવ આવ્યો હતો, જે બાદ તેઓ કોવિડ ટેસ્ટમાં પોઝિટિવ આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, 8 જૂને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે(ED) તેમને પૂછપરછ માટે બોલાવ્યા છે. આ તપાસ નેશનલ હેરાલ્ડ સંબંધિત કેસમાં થવાની છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈ પોલીસની દમદાર કામગિરી. બોરીવલી, દહીસર સહિત મુંબઈમાં 35 ઘરફોડી કરનારી ટોળકીને ઝબ્બે કરી…